ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે રોડ ની બાજુમાં સેબલિયા પાણીના ટાંકાવો બનાવવામાં આવેલા છે. તો એક તરફ હજુ તો ગામડાઓમાં પાણી પીવાનું ટીપુ પણ મળ્યું નથી. અને હજારો લીટર પાણી વેડફાય રહ્યું છે. તો પણ કેમ બંધ કરવામાં આવતું નથી. એક તરફ પાણી વગર ખેડબ્રહ્માના અનેક ગામડાઓમાં પાણીના વલખાં મારતી પબ્લિક જોવા મળે છે.. તો કેમ આટલા લિટર પાણી વેડફાઇ રહ્યું છે.. અને થોડા દિવસો અગાઉ તો વાલ લીકેજ થવાથી હજારો લીટર પાણી વેડફાઇ રહ્યું હતું. તો મીડિયા ની ટીમ સ્થળ ઉપર રિયલ્ટી ચેક કરતા જોવા મળ્યું હતું.. અને મીડિયા ના અહેવાલ થી અસર પડતાં તાત્કાલિક વાલની રીપેર કરી અને પાણી નીકળતું બંધ પણ કરવામાં આવ્યું હતુ.
અને હજુ તો ગણતરીના દિવસોમાં કામ પણ પૂરું થયું નથી. તો લાબડીયાના ખરણિયા ગામ પાસે ટાંકાઓ નો પ્લાસ્ટર ખોરવાયેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. તો શું આવી જ રીતે આખા તાલુકાની અંદર ગામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય એવો લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે . તો આ બાબતે પુરવઠાના ઉચ્ચ અધિકારી આવીને તપાસ કરે એવી લોકોની માંગ ઉઠવા પામી છે…