ઘરમાં આ ત્રણ જગ્યાએ મોરપંખ લગાવાથી પૈસા દોડતા આવશે ક્યારે પણ પૈસા ની ખૂટ નહીં પડે

Astrology

પૈસાની જરૂર દરેક મનુષ્યને પડતી હોય છે.પૈસા કમાવા માટે ખુબ મહેનત કરવી પડે છે.પૈસા એક એવી વસ્તુ છે જેનાથી મોટા ભાગની સમસ્યાથી છુટકારો મળી શકે છે.પૈસા એક વસ્તુ છે જેનાથી તમે કોઈપણ વસ્તુ ખરીદી શકો છે.સમાજમાં ઘણા લોકો એવા હોય છે જે પૈસા તો ખુબ કમાય છે પણ પોતાના પરિવાર જોડે સુખેથી રહી શકતા નથી એવા પણ લોકો હોય છે જે ખૂબમહેનત કરે છે પણ ભાગ્ય તેનો સાથ આપતું નથી આ બધી સમસ્યાથી મુક્તિ મેળવવા માટે આજે હું તમને મોરપાંખ ના ઉપાય વિષે બતાવીશ જે તમારી બધી સમસ્યાઓ દૂર કરી નાખશે.

મોરપંખ ને બધા લોકો એ જોયું હશે તે એટલું પવિત્ર હોય છે કે તેને ભગવાન કૃષ્ણ એ પોતાના મુકુટમાં તેને સ્થાન આપ્યું હતું તે ઉપરથી નક્કી કરી શકાય કે મોરપંખ કેટલું ઉપયોગી છે.મોરપંખ ને ઘરના ગમેતે ખૂણામાં મુકો પછી જોવો મોરપંખનો કમાલ તેનાથી ઘરમાં આવતી આવક વધવા લાગશે.જો તમે નોકરી કરતા હશો તો નોકરીમાં બઢતી મળવાની શક્યતા વધી જશે.

જો મોરપંખ ને ઘરના દરવાજાની બંને તરફ લગાવામાં આવેતો તે ઘરમાં દુર્ઘટના થતી નથી.ઘરના દરવાજામાં મોરપંખ લગાવાથી ઘરમાં આવતી ખરાબ આત્મા ત્યાંજ રોકાઈ જશે ઘરમાં સકારત્મક ઉર્જા વધવા લાગશે.ઘરમાં ધન વધવાની સાથે સાથે સુખ સમૃદ્ધિ પણ વધશે.મોરપંખને તમે તમારા ઘરની દીવાલ પર પણ લગાવી શકો છો .તેનાથી ઘરમાં દુર્ઘટના ઘટવાની હશે તો તે અટકી જશે.

જે ઘરમાં દરવાજા ઉપર મોરપંખ લગાવામાં આવેતો ઘરમાં સુખ શાંતિ આવે છે.જો તેને ઘરમાં રાખવામાં આવે તો પણ તેની અસર જોવા મળી શકે છે.ઘરમાં નકારત્મક ઉર્જા ઘટી શકે છે અને સકારત્મક ઉર્જા વધી શકે છે.જો તમારા ઘરમાં અવાર નવાર સાપ આવતા હોય તો ઘરમાં બે મોરપંખ લગાવી દોયો આ ઉપાય કરવાથી ઘરમાં સાપ આવશે નહીં.

જો તમારા ઘરમાં કોઈ વસ્તુ દોષ નડતો હોય તેવા ઘરમાં મોરપંખ ને પોતાના ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીના ફોટા કે મૂર્તિ સાથે મોરપંખ લગાવાથી તમારા ઘર પર લાગેલો વાસ્તુદોષ ધીમે ધીમે જતો રહશે.જે લોકોને રાહુ ગ્રહ નડતો તેવા લોકો પોતાના પાકીટ કે ખિસ્સામાં મોરપંખને રાખવાથી રાહુનો પ્રભાવ ઓછો થતો જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *