એક નાનકડા છોકરા એ ૧૪ થી ૧૫ વર્ષની ઉંમરમાં જ તેની બુદ્ધિ અને ચતુરાઈ થી કમાલ કરી દીધો છે. કહેવાય છે ને કે હજુ તો મૂછનો દોરો પણ ફૂટ્યો નથી અને કરોડોનો બિઝનેસ કરે છે. આ છોકરાનું નામ તિલક મહેતા છે. મુંબઈમાં તે પેપર્સ એન પાર્સેલ્સ: લોજેસ્ટીક નામની કંપની ચલાવે છે. દેશ અને વિદેશ માં આ છોકરાના નામની ચર્ચા થાય છે આટલી નાની ઉંમરમાં તેને આટલું બધું નામ કમાયું છે. તેને ભણવાનું પણ ચાલુ છે અને તે સાથે સાથે તે એક કુરીઅર કંપની પણ ચલાવે છે તે કંપની માં ૨૦૦ જેટલો સ્ટાફ કામ કરે છે.
હજુ તો આ તિલકની રમવા કુદવાની ઉમર છે અને તે એક બિઝનેસ મેન બની ગયો છે. મુંબઈમાં જે લોકો ટિફિન પોચાડતા હોય છે ઘરે ઘરે એ લોકોની મદદ થી આ તિલકની કંપની એકદમ સસ્તા ભાવે પાર્સલ મોકલાવવામાં તેની મદદ કરે છે. સેમ દે પીક એન્ડ ડિલિવરી નો કેન્સેપટ મેન્ટેન કરે છે ટેકનોલોજી નો ઉપયોગ કરીને આ તિલક ભાઈ એ એવીવેવસ્થા કરી છે કે પાર્સલ લઈને જે જાય તેને કુરીઅર ઓફિસે જવાની જરૂર પડતી નથી. અને કુરીઅર પહોંચાડવાનો ચાર્જ પણ તે બીજી કંપની ઓ કરતા ઓછો લે છે. ભાવ ઓછો હોવાના કારણે તેની આ કંપની સારી ચાલી રહી છે.
આ કંપની ચાલુ કરવાનો વિચાર તેને એવી રીતે આવ્યો કે એક દિવસ તે તેની એક ચોપડી તેના ભાઈબંધના ઘરે ભૂલી ગયો હતો તેને તેના પિતા ને વાત કરી આ ચોપડી મને મગાવી આપો પરંતુ કુરીઅર નો ખર્ચો ૨૦૦ – ૨૫૦ હતો અને એ ચોપડીની કિંમત હતો ૧૦૦ -૧૫૦ રૂપિયા કેહવાય છે ને ગાટ કરતા ગડામન મોગુ એવું થયુ તેથી જ તિલક ને વિચાર આવ્યો કે આવડા મોટા મુંબઈમાં કોઈકને ને કોઈકને કૈક ને કૈક મગાવું અને મોકલવું પડતું હશે અને આટલા બધા પૈસા ખર્ચ ના કરી શકતા હોય એ લોકોને કેટલી તકલીફ પડતી હશે આથી તેને વિચાર આવવા લાગ્યા કે ઓછા ખર્ચે કેવી રીતે કુરીઅર મોકલી શકાય અને તે શનિ રવિ ની રજાના દિવસે તે કામ કરવા લાગ્યો અને તે બધો જ અભ્યાસ કર્યો ક્યાં અને કેવી રીતે પાર્સલ મોકલી શકાય એનો નકશો તૈયાર કર્યો.
પછી તેને એક મોબાઈલ એપ બનાવી અને તેને ટિફિન વારા લોકો ને મળીને તેને વાત કરી અને તેમાંથી અમુક લોકો તૈયાર થયા કામ કરવા માટે અને તિલક એ તેના પિતા જોડે થી પૈસા ઉછીના લઈને પેપર્સ એન પાર્સલ્સ નામની કંપની ચાલુ કરી.