પેટ્રોલથી ચાલતા સ્કૂટરને ઇલેક્ટ્રિકમાં આ રીતે બદલાવો, થશે ફક્ત આટલો ખર્ચ, દુનિયાભરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની ધૂમ વચ્ચે બેંગ્લોરની કેટલીક સ્ટાર્ટઅપ કંપનીઓએ જૂના સ્કૂટરને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બદલી આપવાની અનોખી પહેલની શરૂઆત કરી છે.

TIPS

હાલમાં પેટ્રોલ, ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. પેટ્રોલ, ડીઝલના સતત વધી રહેલા ભાવે મધ્યમ અને ગરીબ વર્ગની કમર તોડી નાખી છે. પેટ્રોલ ડિઝલના વધી રહેલા ભાવના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ ગયું છે અને તેના કારણે અન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ જતા મોંઘવારી ચરમસીમાએ છે. સામાન્ય વ્યક્તિ તેનાથી પરેશાન છે. પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોથી છુટકારો મેળવવા માટે લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. જો તમારી પાસે પેટ્રોલથી ચાલતું કોઈ જૂનું સ્કૂટર હોય તો આ આર્ટીકલ તમારે ખૂબ કામ આવવાનું છે.

દુનિયાભરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની ધૂમ વચ્ચે બેંગ્લોરની કેટલીક સ્ટાર્ટઅપ કંપનીઓએ જૂના સ્કૂટરને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બદલી આપવાની અનોખી પહેલની શરૂઆત કરી છે. તે માટે રકમ પણ કોઈ વધારે નહીં લાગે. બેંગ્લોરમાં રાઈડ શેરિંગ સેવાઓ આપનારી કંપની Bounceએ એવી જ સ્કીમની શરૂઆત કરી છે. કંપની કોઈ પણ જૂના ઇન્ટરનલ કંબશ્ચન એન્જિન (પેટ્રોલવાળું) સ્કૂટરમાં ઇલેક્ટ્રિક મોટર અને એક બેટરી (Retro Kit) લગાવીને તેને ઇલેક્ટ્રોનિક સ્કૂટરમાં બદલી દે છે. તે માટે કંપની માત્ર ૨૦ હજાર રૂપિયા ચાર્જ કરે છે.

Bounceના કો-ફાઉન્ડર વિવેકાનંદ હલ્લરેએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અમે ૧૦૦૦ થી વધારે જૂના સ્કૂટર્સને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બદલી ચૂક્યા છીએ. કંપની આ સ્કૂટર ઓનર્સ માટે સર્વિસ સેન્ટર પણ ખોલી રહી છે. આ સ્કૂટરમાં જે બેટરી કિટ આવે છે તેનાથી એક વખતે ફૂલ ચાર્જ કરવા પર સ્કૂટર 65 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. આ કિટ ઑટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમાણિત છે. જોકે બાઉન્સ બાદ હવે ઘણી કંપનીઓ આવી કિટને લઈને આવી છે જેમાં Etrio અને Meladath ઓટોકમ્પોનેટ સામેલ છે.

રિપોર્ટ મુજબ Meladeth એક એવી Ezee Hybrid કિટ માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જેથી કોઈ પણ જૂના પેટ્રોલ સ્કૂટરને સરળતાથી ઇલેક્ટ્રિક/હાઇબ્રીડ સ્કૂટરમાં બદલી શકાય છે. જો એમ થાય છે તો સ્કૂટરને જરૂરિયાતના હિસાબે પેટ્રોલ કે ઇલેક્ટ્રિક કોઈ પણ મોડમાં ચલાવી શકાય છે. જૂના સ્કૂટરને હાઇબ્રીડ સ્કૂટરમાં બદલવા માટે Meladath ૪૦ હજાર રૂપિયા સુધી ચાર્જ કરશે.

પેટ્રોલ ડીઝલની વધતી કિંમતો ધીરે દુનિયાને વૈકલ્પિક ઇંધણથી ચાલનારા પરિવહન તરફ વાળી રહી છે હાલમાં જ Ola Electric અને Simple Energyએ પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું હતું જ્યારે Ather, Bajaj Auto અને TVS જેવા વાહન નિર્માતાઓ પહેલાથી ઘણા ઇ-સ્કૂટરનું વેચાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *