અવારનવાર કુદરતી હોનારતો આવતી રહેતી હોય છે જેવી કે વધુ વરસાદ પડવો, વાવાઝોડું આવવું તથા વીજળી પડવી આવી બધી હોનારતો આવતી હોય છે ત્યારે સૌ કોઈ બચવા માટે કંઇક ના કંઇક ઉપાય કરતા હોય છે. તો જાણો ચોમાસા ની સીઝન માં વીજળી પડે તો કેવી રીતે બચવું. એક આંકડા મુજબ દર વર્ષે બે હજાર ની આસપાસ લોકો વીજળી થી મૃત્યુ પામે છે. જમીન પર પડતી વીજળીનું તાપમાન અંદાજે 27000 ડિગ્રી સેન્સિસ હોય છે.
વીજળી થી બચવું હોય તો તેના માટે અનેક ઉપાય છે જે ઉપાય કરીશું તો બચવાના ચાન્સ વધુ છે જેવા કે આપણે ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી નો ઉપયોગ કરતા હોઈએ છીએ તો ઘરની અંદર arthing કરાવી દેવું જોઈએ તેનાથી ઘરની ઉપર વીજળી પડે તો સીધી જમીન ની અંદર ઉતરી જાય છે. ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ, ફ્રિજ જેવી વસ્તુઓના પ્લગ નિકારી દેવા જોઈએ. તે દરમિયાન મોબાઈલ નો ઉપયોગ કરતા હોવ તો ટારવો જોઈએ.બીજું કે ખુલ્લા પગે જમીન પર ના ચાલવું જોઈએ.
વીજળી કડાકા જેવું વાતાવરણ હોય અને તે સમયે તમે ખુલ્લી જગ્યા માં હોય તો કોઈ આસપાસ બિલ્ડીંગ ની અંદર જતું રહેવું જોઈએ. તોફાની પવન કે વાવાઝોડું હોય તો તરાવ, નદી કે દરિયા માં ન જવું જોઈએ. તમે તરાવ કે નદી માં પડ્યા છો ને કોઈ પણ જગ્યા એ વીજળી પડે તો તમારા સુધી જાટકો આવી શકે છે. જયારે આકાશમાંથી બહુ વીજળી થતી ત્યારે કોઈ વૃક્ષ નીચે ઉભા રહેવાની ભૂલ ના કરતા નહિતર પસ્તાવાનો વારો આવશે. આ દરમિયાન વીજ થાંભલા કે વીજ લાઈન થી દૂર રહેવું જોઈએ.
જયારે વીજળી પડે છે ત્યારે નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ બાજુ આકર્ષાય છે એટલા માટે ખુલ્લા મેદાનો ઊંચી બિલ્ડીંગ તથા ઝાડ પર વીજળી પરવાના ચાન્સ વધુ હોય છે. એક વાત એમ પણ કહેવાય છે કે જ્યાં વીજળી એક વાર પડી હોય છે ત્યાં બીજી વાર નથી પડતી. આ એક કુદરતી આપદા છે માટે સાવધાની ખુબ જ જરૂરી છે.