પૈસા એ આજના સમયના લોકોની સૌથી મોટી સમસ્યા છે. ઘણા લોકોને કઠોર પરિશ્રમ કરવા છતાં પણ યોગ્ય પૈસા પ્રાપ્ત થતા નથી અને તેથી માણસ કંટાળીને કિસ્મતને દોષ દેવા લાગે છે. જ્યોતિષશાસ્ત્રમાં આવી કિસ્મતને બદલવા માટે ઘણા ઉપાયો આપ્યા છે. જેને કરવાથી તમારી કિસ્મત ચમકી જશે અને ધન પ્રાપ્તિની તમારી ઈચ્છા પૂર્ણ થશે.
જ્યારે માણસ પાસે ધન નથી હોતું ત્યારે તેના સપના સપના જ રહી જાય છે. કારણ કે આ દુનિયામાં સપનાને પૂર્ણ કરવા માટે પૈસા એ પહેલી જરૂરિયાત છે. આજે આપણે કેટલાક એવા ઉપાય જાણીશું જેને કરવાથી તમે તમારા બધા સપના પૂર્ણ કરી શકશો તેના માટે લોટ ના ડબ્બામાં માત્ર એક વસ્તુ રાખવાની જરૂરિયાત પડશે જે તમને માલામાલ કરી દેશે.
તુલસીના પાન :
તુલસીનો છોડ એ હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર છોડ છે. વિષ્ણુ ભગવાનને તુલસી ખૂબ જ પ્રિય હતા તેથી તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય તેવું કહેવામાં આવે છે. જેને કારણે મોટાભાગના હિંદુ ઘરના આંગણા માં તુલસીનો છોડ જોવા મળશે અને દરરોજ સવારે અને સાંજે તેની આગળ દીવો પ્રગટાવીને તેની પૂજા પણ કરવામાં આવે છે. આયુર્વેદમાં જોઈએ તો પણ તુલસી ખૂબ જ ફાયદાકારક ઔષધિ છે જ્યોતિષશાસ્ત્ર જણાવે છે કે તુલસી ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે.
લોટનો ઉપાય :
આ લોટ નો ઉપાય તમારે શનિવારના દિવસે કરવાનો છે. શનિવારે તમારે ઘરે જ ૧૦૦ ગ્રામ ઘઉં અને તેમાં થોડી ચણાની દાળ અથવા તો આખા ચણા નાખી ને તેને પીસીને લોટ બનાવી લેવો. આ લોટમાં ૧૧ તુલસીના પાન અને ૨ કેસરના તણખલા મૂકીને કોઈ ડબ્બામાં ભરી લેવો.
આ ખાસ વાતોનું રાખો ધ્યાન :
લોટનો આ ઉપાય કરતાં સમયે તમારે ખાસ ધ્યાન રાખવું કે આ અનાજ ને તમારે તમારા ઘરમાં જ પીસીને લોટ બનાવવાનો છે. તેમજ ખાસ ધ્યાન રાખવું કે આ ઉપાય તમારે ચૂપચાપ કરવાનો છે જેથી કોઈને જાણ ન થાય. શનિવારે જ આ ઉપાય કરવાનો છે અઠવાડિયાના અન્ય દિવસોમાં આ ઉપાય ન કરવો. આ ઉપાય કર્યાના થોડા દિવસોમા જ તમને તેના પરિણામરૂપે ઘરમાંથી સમસ્યા દૂર થતી જણાશે અને તમારા ઘર પર લક્ષ્મીજીના સારા આશીર્વાદ પડવાથી ઘરનું વાતાવરણ દિવ્ય બનશે અને આવકમાં વધારો થશે.
આ ઉપાય કરીને બની શકો છો ધનવાન :
ઘરની તિજોરી માં જે જગ્યાએ સોનુ રાખતા હોય તે જગ્યાએ સોના સાથે શુદ્ધ કેસર પણ રાખવું જોઇએ જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તેમને સારા આશીર્વાદ આપશે. તેમજ ઘરના ઉમરાનુ દરરોજ પૂજન કરવું જોઈએ અને ઉમરા ની બંને બાજુ સ્વસ્તિક કરીને દીવો પ્રગટાવવો જોઈએ જેનાથી માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થશે.
સોપારીનો આ ઉપાય બનશે ફાયદાકારક :
સોપારીને પણ હિન્દુ શાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે તેથી તેનો આ ઉપાય ધન પ્રાપ્તિ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તેના માટે એક આખી સોપારી લઈને તેના પર નાડાછડી બાંધી દો. આ સોપારી પૂજા ગૃહમાં રાખીને તેને યોગ્ય રીતે પૂજા કરવી ત્યારબાદ સ્વચ્છ કાપડમાં તેને વીંટીને તેજુરી માં રાખવી. આ કાર્ય કરવાથી ઘરમાં ધન વૈભવ માં વધારો થશે કારણ કે સોપારી ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ગણેશજી તમારા દરેક કાર્યમાં વિઘ્ન વગર પૂર્ણ કરશે અને તમારા એશો-આરામ અને વૈભવ માં વધારો કરશે.