ગુજરાતના લોકો ખાવા ના શોખીન હોય છે.તેમ ફરવાના પણ શોખીન હોય છે.ગુજરાતના લોકોને ફરવા માટે કોઈ સીઝની જરૂર હોતી નથી તે બારે માસ જલસાથી ફરતા હોય છે.જયારે ચોમાસુ આવે ત્યારે હિલ સ્ટેશન ઉપર પ્રવાસીઓ વધી જતા હોય છે.વરસાદ પડે એટલે હિલ સ્ટેશન ઉપર ખુબ સુંદર નજારો જોવા મળતો હોય છે.ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય તેવું લાગતું હોય છે.પ્રકૃતિ પ્રેમી તો આ દિવસનો આખા વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે.આજે હું તમને ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન વિષે માહિતી આપીશ
ગુજરાતનું એક માત્ર હવાખાવાનું ઉત્તમ સ્થર છે.તે ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે.સાપુતારા મહારાષ્ટ્ર રાજ્યથી ખુબ નજીકની સરહદે આવેલું છે.સાપુતારાની આજુ બાજુ જંગલ અને પહાડી વિસ્તાર આવેલો છે.તેથી ચોમાસા દરમિયાન હું ખુબ સુંદર નઝારો જોવા મળે છે.સાપુતારામાં જોવા લાયક ઘણા બધો સ્થરો છે.
સાપુતારામાં જાઓ ત્યારે સનસેટ પોઇન્ટ જોવાનું ભૂલતા નહિ અહીં સનસેટ પોઇન્ટ ખુબ સદ્દભુત દેખતો હોય છે તેમને સનસેટ પોઇન્ટ જોવાની ખુબ મજા આવશે એવું લાગશે કે તમે પૃકૃતિના ખોળા માં બેસી ગયા છો સાપુતારામાં બીજી ઘણી એડવેન્ચર પ્રવુતિ થાય છે.તે એડવેન્ચર પ્રવુતિ ની મજા મણિ શકો છો.
સાપુતારામાં તમે ચોમાસા દરમિયાન જશો તો ત્યાંથી તમને પાછું આવવાનું મન થશે નહીં સાપુતારામાં એક મ્યુઝિયમ પણ આવેલું છે.આ સઁગ્રલાય આદિવાસી આદિવાસી કલા માટે ખુબ પ્રખ્યાત છે.આ મ્યુઝિયમ તમેને આદિવાસી સઁસ્કૃતિ ના દર્શન થશે.
સાપુતારામાં તમે ઉગતા સૂર્યની તમે મજા મણિ શકો છો તેના માટે તમારે સવારે વહેલા ઉઠવું પડે તે જોવા માટે સાપુતારામાં તમારે સનરાઈઝ પોઇન્ટ ઉપર જવું પડે ત્યાં થી તમે ઉગતા સૂર્ય નો ખુબ સુંદર નઝારો જોઈ શકો છો.
સાપુતારા જાયો ત્યારે આ એક કામ કરવાનું ભૂલતા નહીં સાપુતારા પેરાગાઈન્ડીંગ કરવાનું ભૂલતા નહીં.પેરાગ્લાન્ડીગ કરવાની તમને ખુબ મજા આવશે સાથે સાથે સાપુતારાનો અદ્દભુદત નઝારો પણ જોવા મળશે.સાપુતારાની ખુબ સુંદરતાને ઉપરથી જોવાની મજા કંઈકઅલગ છે.તેથી તમે સાપુતારામાં પેરાગ્લાન્ડીગ કરવાનું ભૂલતા નહીં