આજે વિશ્વમાં દરેક વસ્તોના વધતા ભાવને કારણે સૌ લોકો ચિંતિત હોય છે કે કેમ કરીને બચત વધારી શકાય. દરેક ચીજ વસ્તુઓના કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. એલપીજી ની વાત કરીએ તો તેમાં પણ દિવસે ને દિવસે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તેના કારણે ઘરની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જતું હોય છે.
પણ આપણે આજે પણ નાની નાની વસ્તુઓમાં કારજી રાખીએ તો બચતમાં વધારી કરી શકીએ છીએ. આજની કરેલી બચત આવનાર ભવિષ્યમાં ઉપયોગી નીવડે છે. તેવી સ્થિતિમાં તમે એલપીજી ગેસ ના વધુ વપરાશથી પરેશાન છો, તો આજે અમે તમને કેટલાક વિશેષ ઉપાયો વિષે જણાવીશું.
રસોઈ કરતા પહેલા આ વસ્તુઓ પલાળવી: દાળ, ભાત, કઠોળ જેવી વસ્તુઓ બનાવવામાં ગેસનો ઉપયોગ વધુ થાય છે. આ બધી વસ્તુઓ બનાવતા પહેલા તેને પાણીમાં પલાળો. તમે દાળભાત બનાવતા હોય તો તેને બનાવવાના પહેલા ૩૦ મિનિટ પહેલા પલાળી દો. જો કઠોળ તમારે સવારે બનાવવાનું હોય તો તેને રાત્રે પલાળી દો. જેથી ગેસ માં બચત થશે.
દરેક મસાલા આસપાસ રાખો: જયારે રસોડું બનાવતા હોય ત્યારે જેમ જરૂર પડે તેમ મરી મસાલા શોધીને લેતા હોઈએ છીએ પણ તેની જગ્યાએ રસોઈમાં ઉપયોગમાં લેવાતા મસાલા પહેલથી જ નજીક લાવી દેવાના. આમ કરવાથી ઓછા સમયમાં વધુ કામ થશે અને ગેસની બચત પણ થશે.
પ્રેસર કુકર વાપરવું: જો અન્ય કોઈ વાસણમાં રાંધવાના બદલે પ્રેસર કુકરનો ઉપયોગ કરવામાં આવે તો સમય અને ગેસ બંનેની બચત થશે. તેમાં મુકવામાં આવેલી વસ્તુ ઝડપથી બની જાય છે. રાંધતા સમયે પાણીનું પ્રમાણ પણ યોગ્ય માત્રામાં હોવું જોઈએ.
રાંધતી વખતે: જયારે રસોડામાં ખોરાક રંધાતો હોય ત્યારે તેને ખુલ્લો ન રાખવો જોઈએ. જેમાં ગેસનો વપરાશ વધુ થાય છે. કઠોળ, દાળ, શાકભાજીને ઢાંકીને રસોઈ કરવી જોઈએ. ખોરાકને રાંધતા હોઈએ ત્યારે તેને માધ્યમ તાપ પર રાંધવાનો.