નડિયાદ મા મિલ રોડ થી આર ટી ઓ કચેરી અને ત્યારબાદ સરદાર પટેલ સ્ટેચ્યુ થી સંતરામ મંદિર થી કૂચ કરી કૉલેજ રોડ સુઘી રેલી યોજી.
૨૦૨૨- ની ચુંટણી માં પંજાબ મા આમ આદમી પાર્ટીએ ૯૨- સીટો મેળવી . ભાજપ અકાલી દળ સાથે હાથ મિલાવી ને માત્ર ૧- સીટ તેમજ કૉંગ્રેસ માત્ર -૨ સીટ જ મેળવી શક્યુ હતુ. આમ બંને પાર્ટી ના સૂપડા સાફ કરી નાખ્યા.. આમ પહેલા માત્ર દિલ્હી માજ આમ આદમી પાર્ટી ની સત્તા હતી ત્યારે ૨૦૨૨- મા પંજાબ રાજ્ય મા આમ આદમી પાર્ટીએ પોતાની ગાદી સંભાળી.. આમ બે રાજયો મા આમ આદમી પાર્ટી એ પોતાની સત્તા મેળવતા ગુજરાત મા ઠેર ઠેર ત્રિરંગા યાત્રા યોજાઈ.
આજે નડિયાદ ખાતે પણ ત્રિરંગા વિજય યાત્રા ની રેલી કાઢી. ભારત ના રહિશો એ આ જીત અપાવી છે. બે રાજયો મા આમ આદમી પાર્ટી સ્ ત્તા આરૂઢ થતા વિજય રેલી યોજી.
આમ પરિવર્તન શક્ય છે. તાનાશાહી અને ભષ્ટ્રાચાર ને દૂરકરવા આગામી વિધાન સભાની ચૂંટણીઓ મા એડી ચોટીનું જોર લગાવી આમ આદમી પાર્ટી ગૂજરાત મા સત્તા હાંસલ કરશે તેવો આશવાદ વ્યક્ત કર્યો.
સારૂ શિક્ષણ, મફત વીજળી પાણી તેમજ ભયમુક્ત અને ભષ્ટ્રાચાર મુક્ત વાતાવરણ આમ આદમી પાર્ટીએ આપી બે રાજયો મા પોતાની સત્તા હાંસલ કરી તેમ ગૂજરાત વિધાન સભાની ચુંટણી માં પણ આમ આદમી નુ ઝાડુ ભાજપ અને કોંગ્રેસ ના સૂપડા સાફ કરી દેશે.
જનહિત નિ રાજનીતિ, આરોગ્ય ની સાથે જન હિત માટે કામ કરી સબળ રાષ્ટ્ર બનાવવા ની મુહિમ. આમ ગૂજરાત મા આવનારા આગામી વિધાન સભાની ચુંટણી મા આમ આદમી પાર્ટી એક મોટા પક્ષ તરીકે ઊભરી આવશે તેવો આશા વાદ વ્યક્ત કર્યો.ખેડાના નડિયાદ ખાતે AAP ગુજરાત દ્વારા તિરંગા વિજય યાત્રાનું આયોજન કરેલ છે જેમાં ગુજરાત પ્રદેશના આગેવાન નેતાઓ હાજર રહેલ છે. રાજેશ શર્મા, શિવકુમાર ઉપાધ્યાય, હસમુખભાઈ પટેલ, ડો.જ્વેલબેન વાસરા, હરેશભાઈ કોઠારી વગેરે અગ્રણીઓ તથા ખેડા જિલ્લા કારોબારી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, ખેડા જિલ્લાના શહેર મિડિયા સેલ ના આપના ચિંતન ભાઈ દ્વારા ઉત્સાહપૂર્વક રેલી યોજવામાં આવી.
આમ ઈશુ દાન ગઢવી ની આપના કાર્યકરો ઘ્વારા આતુરતા થી રાહ જોવાઈ હતી પણ ઈશુદાન ગઢવી છેલ્લી ઘડી સુધીન આવતા તેમના વગર ત્રિરંગા વિજય રેલી યોજાઈ હતી.