શું તમે જાણો છો ભારત ના એક એવા મંદિર ને જોત જોતા માં દરિયા માં ગાયબ થઇ જાય છે અને ઓચિંતું દેખાવા માંડે છે. ત્યાં પાણી પણ શિવજી ને જલાભિષેક કરે છે. આપણે વાત કરી રહી છીએ ગુજરાત માં આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ની ત્યાંની ખાસ વાત એમ છે કે દિવસ માં બે વાર ગાયબ થઇ જાય છે અને પાછું દેખાવા લાગે છે. આ અદભુત નજારો જોવા માટે ભક્તો મોટી સંખ્યા આવતા હોય છે.
ચાલો જાણીએ મંદિર ગાયબ થવા પાછળ નું રહસ્ય. આવા તો ભારત માં ઘણા મંદિર છે કે તેની પરમ્પરા અને માન્યતા ખુબ જ પ્રસિદ્ધ છે.પરંતુ સ્તંભેશ્વર મહાદેવ ની વાત કંઈક અલગ છે. આ મંદિર દિવસમાં બે વાર એટલે કે સવારે અને સાંજે એમ બે વાર થોડા સમય ગાયબ થઇ જાય છે. તે સમયે તમને એમ લાગશે કે અહીંયા તો કોઈ મંદિર જ નથી પરંતુ થોડી વાર પછી પાછું દેખાતા લોકો અચંબિત થઇ જાય છે.
આ મંદિર ગુજરાત ના કાવી કંભોઈ ગામે આવેલું છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર વડોદરા થી નજીક આવેલું છે. આ તીર્થ સ્થળ નો ઉલ્લેખ શ્રી શિવમહાપુરાણ માં રુદ્રસંહિતા ભાગ ૨ ના અધ્યાય ૧૧ માં પણ મળે છે. આ મંદિર ની શોધ અંદાજિત આજથી બસો વર્ષ પહેલા થઇ હતી. એવું કહેવાય છે કે આને ભગવાન કાર્તિકેય ને બનાવ્યું હતું.
સ્તંભેશ્વર મંદિર માં શ્રધ્ધારુ મંદિરની પૂજા કરવા તો જાય છે સાથે સાથે અહીંયા જોવા મરતો અદભૂત નજારા નો પણ આનંદ લે છે. આ શિવ નું એવું મંદિર છે કે તેનો જલાભિષેક બે વાર ખુદ સમુદ્ર કરે છે. ત્યાંના સ્થાનિક અને પુજારીઓ નું કહેવું એવું છે કે આ પ્રક્રિયા વર્ષોથી ચાલતી આવે છે.
અહીંયા દરેક મહાશિવરાત્રી અને અમાવશ્યા પર મેળો ભરાય છે. એકાદશી ના દિવસે આખીરાત અહીંયા પૂજા અર્ચના થાય છે. તે દરમિયાન ત્યાંના વાતાવરણમાં પવિત્રતા નો અદભુત નજારો જોવા મરે છે.