આટલું ધ્યાન ન રાખવાના કારણે મહિલાઓ આ ઉંમર પછી થાય છે હેરાન

TIPS

અમુક ઉંમર થાય પછી શરીરની અંદર અમુક રોગો દેખાવા લાગે છે, એમાં પણ ખાસ ૪૦ ની ઉંમર પછી મહિલાઓમાં અમુક રોગોની ફરિયાદ સાંભરવા મળતી હોય છે. જેવા કે ઘૂંટણનો દુખાવો, પગની પાની દુખવી, નસ ચડી જવી, નસ ફૂલી, કમરનો દુખાવો જવી જેવી નાની મોટી તકલીફો જોવા મળતી હોય છે. જાણો આવું શા માટે થાય છે.

દરેક લોકો વિચારતા હોય છે કે આવું કેમ થાય છે તેમાં એવું છે કે મહિલાઓ ખાસ કરીને ઉભા રહીને કામ કરવાની આદત ધરાવે છે. આદત તો ન કહેવાય પણ તેમને કરવું પડતું હોય છે. વધુ પડતો સમય ઉભા ઉભા કામ કરવાથી આપણા લોહીનો પ્રવાહ નીચે તરફ એટલે કે પગમાં જાય છે. તમારું વજન વધુ હોય અને ઉભા ઉભા કામ કરવું પડે તો સ્વાભાવિક છે કે પગ તરફ વજન વધુ આવવાનો.

જેના કારણે ઘૂંટણનો દુખાવો થાય, પાની દુખે, રાત્રે સૂતી વખતે પગ દુખે જેવી નાની મોટી સમશ્યાઓ થાય છે. મોટાભાગે મહિલાઓ કરતરની ફરિયાદ કરતી જ હોય છે. આ બધામાંથી સૂટકારો મળી શકે છે જેના માટે તમારે યોગ કરવા પડે, નાની મોટી એક્સરસાઇઝ કરવી પડે, રનિંગ કરો આ બધું કરશો તો તમે તે સમસ્યા માંથી રાહત મેળવી શકશો.

રોજ તમે માત્ર ૨ મિનિટ માટે શિર્ષાશન અથવા સર્વાંગાસન કરીને પણ આ તકલીફોથી છુટકારો મેળવી શકો છો. ખાસ કરીને મહિલાઓને ૪૦ ની ઉંમર પછી મોનોપોઝ ની તકલીફ થાય છે. જેના કારણે હોર્મોન્સમાં ફેરફાર જોવા મળે છે. આ વસ્તુ એ કુદરતી છે. એવું માનવામાં આવે છે કે હોર્મોન્સને સ્થિર કરવા માટે યોગ પ્રાણાયામ ખુબ મહત્વના છે. જેના માટે આપણે નાની નાની વાતનું પણ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *