સગીરા પીંખાઈ:સુરતમાં લગ્નની લાલચ આપી મોલમાં ફરવા લઈ જઈ યુવકે દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી ગયો જાણો વધુ…

Latest News

સુરતના કાપોદ્રા ખાતે પ્રેમ જાળમાં ફસાવી સગીરાને મળવા બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી બનતા યુવક સામે ફરિયાદ નોધાઈ છે. લગ્નની લાલચે સગીરાને યુવક મોલમાં ફરવા લઈ જતો હતો. બાદમાં દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી ગયો હતો.

તબીબી તપાસમાં ખુલાસો
ખોડીયારનગરના યુવક સામે ફરિયાદ નોધાઈ છે. સગીર છોકરી સાથે આચરાયેલા દુષ્કૃત્યના કારણે કિશોરી ગર્ભવતી હોવાનો તબીબી તપાસમાં ખુલાસો થતાં કિશોરીના પરિવારજનો ઉપર આફત તૂટી પડી છે. કાપોદ્રા ખોડીયાર નગર રોડ રાધાક્રિષ્ના સોસાયટીમાં રહેતા ચેતન દીપક અગ્રાવત સામે સગીર વયની કિશોરીએ દુષ્કર્મની ફરિયાદમા જણાવ્યું છે કે, ચેતને તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી.

લગ્નની લાલચ આપેલી
ચેતને કિશોરીને મોબાઈલ નંબર આપી તેની સાથે વાતચીત કરી લગ્ન કરવાની લાલચ આપી મોલમાં ફરવા લઈ જતો હતો. બાદમાં તેની સાથે બદકામ કરી ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે સગીરાએ ચેતન સામે ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *