હાલના ભાગદોડના સમયમાં લોકોને ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રહેતું નથી. અને બીજી બાજુ નોકરી હોય કે ધંધો હોય કામનું ભારણ બહુ જ હોય છે. માટે સૌ કોઈ પોતાના શરીર પાછળ પણ ધ્યાન નથી આપી શકતા તેથી શરીરમાં બીમારી આવવાની શરૂઆત થતી હોય છે. જો તમારા શરીરમાં નબળાઈ આવી જાય તો તમે પણ ચિંતા માં મુકાઈ જતા હશો. તમારા શરીરમાં નબળાઈ આવતી હોય તો જાણો આ વનસ્પતિ વિષે જે તમને ઘોડા જોવા બનાવી દેશે.
તમને હું જે વનસ્પતિ વિષે જણાવી રહ્યો છું તે દુબળા અને નબળા બાળકો માટે ખુબ ઉપયોગી છે અને યુવાન પુરુષો માટે પણ ખુબ અગત્યનું છે. આ વનસ્પતિને અશ્વગંધા તરીકે ઓરખવામાં આવે છે. તમે અશ્વગંધાનો પાવડર પણ બજારમાં જોયો હશે. જાણીલો આ વનસ્પતિ નું નામ કેમ અશ્વગંધા રાખવામાં આવ્યું છે કારણકે તે વનસ્પતિ ના મૂળની સ્મેલ ઘોડા પેશાબ જેવી આવતી હોય છે. આનું ચૂર્ણ બજારમાં આસાનીથી મળી રહેતું હોય છે.
જેનું બાળક નબળું હોય શારીરિક વિકાશ ન થતો હોય તેના માટે આ અશ્વગંધા ખુબ જ ઉપયોગી છે. જાણી લો તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો ૨૦ ગ્રામ અશ્વગંધાના મૂળનું ચૂર્ણ લઇ લેવાનું, 500ml દૂધ અને ૧૨૫ ગ્રામ ઘી લેવાનું અને આ બધું મિક્સ કરીને ધીમા તાપે ગરમ કરવાનું. આ બધું પાકી જાય પછી પછી તે ઘી બાળકને કાયમી રોટલી કે કોઈ મીઠાઈ જોડે ખવરાવશો તો બાળક મજબૂત થશે.
પુરુષોમાં પણ ઘણીવાર નબળાઈ જોવા મરતી હોય છે તો આટલું કરી લેજો. અશ્વગંધાના મૂળ લઈને તેનું ચૂર્ણ બનાવી લેવાનું. તમારે રોજ સવારે દૂધ સાથે બે ગ્રામ અશ્વગંધા લઇ લેવાનું આ ઉપાય થોડો લાંબો સમય કરવો પડશે. પછી તમારા શરીરની અંદર કોઈ પણ કમી હશે તેને દૂર કરી દેશે. તમને શક્તિશાળી બનાવી દેશે. આ સિવાય થાયરોયિડ ની બીમારી હોય અથવા માનસિક બીમારી હોય તેના માટે પણ ફાયદાકારક છે.