ગુજરાત માં એક એવું ગામ જ્યાં વરસાદ જાણવા માટે અનોખી પરંપરા નો ઉપયોગ કરવામાં આવે છે. જે જાણીને દરેક ને નવાઈ લાગશે. કુવામાં નાખેલો રોટલો જે દિશામાં જાય છે. જેવો વરસાદ પડી શકે છે. આ વાત ગુજરાત ના એક નાનકડા ગામ ની વાત છે, ત્યાં ની વિશેષ પરંપરા છે. જામનગર નજીક એક ગામ માં વરસાદ ની આગાહી કરવાની અનોખી પરંપરા છે.
આ વખતે પણ વર્ષો જૂનું પરંપરા મુજબ ગામના કુવામાં ગ્રામજનો દ્વારા રોટલો નાખી દિશા મુજબ આગાહી નક્કી કરવામાં આવે છે.ગયા વર્ષની મુજબ આ વર્ષે પણ વરસાદ સારો થવાનો આગાહી કરવામાં આવી છે.આ વર્ષે કુવામાં નાખવામાં આવેલો રોટલો ઉગમણી દિશામાં ગયો હતો જેના કારણે આ વર્ષે સારો વરસાદ થઈ શકે છે.
હાલ ટેક્નોલોજી આગળ વધી રહી છે પરંતુ ગ્રામ જનો વર્ષો જૂની પરંપરા હજુ ભૂલ્યા નથી તેમને તેમની પરંપરા મુજબ વરસાદ કેવો થશે તેની જાણકારી મેળવતા હોય છે.આજના આધુનિક યુવાન પણ આ પરંપરા જોવા માટે આવતો હોય છે.આ ગામના લોકો દ્વારા એવું પણ અનુમાન કરવામાં આવ્યું છે કે આ વર્ષે વરસાદ સારો થઈ શકે છે.
આ પરંપરાનું કારણ આ ગામમાં કોઈને ત્યાં સંતાન સુખ ન હતું ત્યારે ગ્રામલોકોએ બ્રામ્હણ પાસે કારણ જાણ્યું હતું ત્યારે બ્રામ્હણને જણાવ્યું હતું કે વર્ષો પહેલા એક મહિલાનું કુવામાં પડવાથી મોત થયું હતું અને તેના પછી દરવર્ષે આ મહિલાને કુવામાં રોટલો પધારવામાં આવે છે અને વરસાદની પણ આગાહી થઈ શકે છે.