હનુમાન દાદાને દરેક ભક્તો પુરી શ્રદ્ધાથી માનતા હોય છે. પુરા વિશ્વમાં સૌથી વધુ ભક્તો હનુમાન દાદા છે તેવું માનવામાં આવે છે. દાદા દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરતા હોય છે અને જે કોઈ મંદિરે જાય તે સિંદૂર ચડાવતા જોવા મળતા હોય છે. આપણી આ ભૂમિ પર ઘણા હનુમાનજીના પવિત્ર મંદિરો આવેલા છે, પરંતુ મોટાભાગના લોકો નહીં જાણતા હોય કે હનુમાનજી ને સિંદૂર કેમ ચડવામાં આવે છે.
એકવાર હનુમાજીએ સીતા માતાને સિંદૂર લગાવતા જોયા, તો તેમને સીતા માતાને પૂછ્યું કે તમે આ સિંદૂર કેમ લગાવો છો? સીતા માતાએ ખુબ સુંદર જવાબ આપ્યો કે સિંદૂર લગાવવાથી તેમના પતિ રામ ભગવાનનું આયુષ્ય વધે અને તે મારાથી પ્રસન્ન રહે છે. સીતા માતાની આ વાત સંભારીને હનુમાનજીએ આનંદિત થઇ ગયા અને વિચાર કર્યો કે સીતા માતા થોડો સિંદૂર લગાવીને ભગવાન રામને પ્રસન્ન કરે અને તેમનું આયુષ્ય વધે તો શ્રી રામને પ્રસન્ન કરવા અને હંમેશા જીવાડવા હું પણ સિંદૂર લગાવી દઉં.
તે પછી હનુમાન દાદા આખા શરીરમાં સિંદૂર લગાવ્યું અને તેઓ શ્રી રામના દરબારમાં પહોંચ્યા. ભગવાન રામ તો તેમને જોઈને હસી જ પડ્યા અને ખુબ પ્રસન્ન થયા. ત્યારબાદ હનુમાનજીએ તેમના આખા શરીરમાં સિંદૂર લગાવવાનું શરુ કર્યું.
તે પછી હનુમાન દાદાના ભક્તોમાં દાદાને સિંદૂર ચડાવવાનો એક રિવાજ બની ગયો. જેથી ભગવાન શ્રી રામ અને હનુમાન દાદા પ્રસન્ન થાય અને તેમની કૃપા ભક્તો પર કાયમ માટે બનેલી રહે. તમને આ લેખમાં કઈ નવું જાણવા મળ્યું હોય તો કોમેન્ટમાં એકવાર જય હનુમાન દાદા લખી દેજો અને બીજા લોકોને મોકલજો.