તુલસી જોવામા સાધારણ દેખાય છે પરંતુ તેની અંદર ઘણી બધી શક્તિઓ રહેલી છે આપણા હિન્દુધર્મમાં તુલસી ને મા નો દરજ્જો આપવામાં આવેલ છે. તુલસી ને ઘરની લક્ષ્મી પણ કહેવામાં આવે છે. જે ઘરમાં તુલસી નું ઝાડ હોય છે એ ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશ કરતી નથી તે ઘર પવિત્ર બની જાય છે. તુલસીની રોજ પૂજા કરો તો આર્થિક સમસ્યાઓ દૂર થઈ જતી હોય છે.
તુલસીના પાણીમાં તાંબાનો સિક્કો સાત દિવસ સુધી મૂકવામાં આવે અને તેને સાત દિવસ પછી બહાર કાઢી ને ગંગાજળથી ધોઈ જ્યાં તમે પૈસા મૂકતા હોય ત્યાં આ સિક્કાને મૂકી દેવો જેથી તમારા ઘરમાં કોઈ દિવસ ધનની કમી આવશે નહીં.
તુલસીના મૂળની માટીને ઘરના મુખ્ય દરવાજા ઉપર સ્વાસ્તિક બનાવવામાં આવે તો નકારાત્મક શક્તિ ઘરમાં આવી શકતી નથી.
તુલસી ની માટી અને તુલસી ના પત્તા થી જો તમે સ્નાન કરો છો તો તમારા શરીરમાંથી રોગો દૂર થઈ જાય છે અને તમારે જેટલુ પણ દેવુ હોય છે એ પણ ધીમે ધીમે ઓછું થઈ જાય છે.
તુલસી મા બધા જ દેવી-દેવતાઓ નિવાસ કરતા હોય છે તેથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે ચાંદીના તાવેજ માં તુલસી ને ભરીને પહેરવાથી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. અને તમારું શરીર પણ એકદમ પવિત્ર બની જાય છે.