મિત્રો આજે તમને બતાવી રહ્યા છે તુલસીના કેટલાક એવા અચૂક ઉપાય જો તેને તમે કરશો તો તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે તમારી સાત પેઢી રાજ કરશે. તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ રહેલો છે. આપણે સૌ જાણી છીએ કે જો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા આપમેળે થઇ જાય છે એ રીતે જેમ કાળા ધતૂરામાં પણ ભગવાન શિવનો વાસ છે. એટલે કે કાળો ધતુરો ભગવાન શિવનું રૂપ છે.
તુલસીની વાત કરીએ તો તુલસીના જડમાં ભગવાન બ્રહ્માનો વાસ છે તેથી જો તમે તુલસીના આ ઉપાય કરશો તો તમારા પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયની કૃપા થવાથી તમને તુલસી ના સરળ ઉપાય ના અચૂક ફાયદા જોવા મળશે.
તમે ભગવાન ને જયારે પણ ભોગ લગાવો ત્યારે તેમાં તુલસીના પણ જરૂર મુકો. કારણ કે તુલસીના પાન ભોજનને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. તમે જોયું હશે કે જયારે પણ ગ્રહણ પડવાનું હોય ત્યારે જો તમારા ઘરમાં કોઈ ભોજન કે કોઈ ખાવાની વસ્તુ કે પાણી બચ્યું હોય તો આપ કે આપ ના વડીલો તેમાં તુલસીના પાન નાખી દે છે.
શાસ્ત્રોની વાત કરીએ તો શાસ્ત્રો મુજબ માણસના મુત્યુ કે તેના મુત્યુના સમય મોઢામાં તુલસીના પાન નાખવામાં આવે છે. એવી માન્યતા છે કે જો મુત્યુ પામેલા વ્યક્તિના મોઢામાં તુલસીના પાન નાખવામાં આવે તો તેને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.
જો તમને એવું લાગે છે કે તમારા લાખો પ્રયાસ છતાં પણ તમારા વેપારમાં ઉન્નતિ નથી થઇ રહી કે સફળતા નથી મળી રહી તો તમે ફક્ત ગુરુવારે આ એક આ ઉપાય કરો જો તમે ગુરુવારે ન કરી શકતા હોય તો કોઈ શુભ મુહર્ત માં આ ઉપાય કરી શકો છો. આ માટે તમેં કાળી તુલસી જોઈએ જેને આપણે શ્યામા તુલસી કહે છે. તેને પીળા કાપડમાં બાંધીને તેને તમારા બિઝનેસ સ્થળ એટલે કે દુકાનમાં ગમે ત્યાં મુકશો તો તમારા વેપારમાં પ્રગતિ થશે.