વસ્તુ શાસ્ત્ર માં ઘણી એવી વસ્તુ છે જે દુકાન કે ઓફિસ માં રાખવી ગણી શુભ માનવામાં આવે છે આવી વસ્તુ રાખવાથી સકારત્મક ઉર્જામાં વધારો થાય છે અને બીજા ઘણા ફાયદા જોવા મલે છે તો દોસ્તો તમે ઘણી દુકાનો અને ફેક્ટરી ની જગ્યા પર ક્રિસ્ટલ નો કાચબો મુકેલો જોયો હશે તો તમને મનમાં એક મુંઝવણ ઉભી થતી હશે આ ક્રિસ્ટલ નો કાચબો શા માટે મુક્યો હશે અને તેનાથી શું લાભ થતો હશે તો એવો મિત્રો આજે આપણે જાણીશું કાચબા નું શું મહત્વ છે.
તો મિત્રો કાચબાને પવિત્ર ધાર્મિક ગ્રંથોમાં શુભ માનવામાં આવ્યો છે તેને ભગવાન વિષ્ણુ નો અવતાર પણ કહેવામાં આવે છે તેને ધાર્મિક મહત્વ પણ આપવામાં આવ્યું છે એટલા માટે તેને ઘરમાં રાખવો શુભ માનવામાં આવે છે તો મિત્રો કાચબાને કઈ રીતે મુકવો કઈ દિશામાં મુકવો કેવી જગ્યા એ મુકવો કઈ ધાતુ નો હોવો જોયે તે જાણવું ખુબ જરૂરી છે નહિતર તમને ઘણું નુકશાન સહન કરવાનો વારો પણ આવી શકે છે તો આજે આપણે જાણીશું ક્રિસ્ટલ કાચબા વિષે.
ક્રિસ્ટલ નો કાચબો તમને બજાર કે ઓન લાઈન મળી જશે જોડે તમને કાચનું બાઉલ પણ મળશે પણ તે ખાસ જોવું તે કાચબો તૂટેલો ના હોવો જોયે તે દેખાવમાં ખુબ સુંદર લાગે છે સૌ પ્રથમ તો કાચના કટોરા માં પાણી ભરો અને તેમાં કાચબો મુકો પણ કાચબા પગ પાણી ની અંદર ડૂબેલા હોવા જોઈએ તેમાં પાણીનો બદલાવ કરવો ખુબ જરૂરી છે પાણી ની અંદર નાના નાના રંગીન પથ્થર રાખવા તેને ઉત્તર પૂર્વ દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે અને તેનું મુખ દરવાજા તરફ ના રાખવું એક વાત નું ખાસ ધ્યાન રાખવું કાચબાનું મોં દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ ના હોવું જોઈએ
કાચબા ને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે તે રાખવાથી ધંધામાં થતા લગાતાર નુકશાન ને અટકાવી શકાય છે કાચબો રાખાવાથી ધંધો કે ઘર માં શાંતિ વારું વાતાવરણ રહે છે ઓફિસ કે તમારા કાર્ય સ્થળ પાર પોઝિટિવ ઉર્જામાં વધારો થાય છે અને નેગેટિવ ઉર્જા આવતી નથી કાચબો રાખવાથી ઘરમાં લક્ષ્મી નો વાસ થાય છે એટલે ધન પ્રાપ્તિ માં વધારો થાય છે તમારી કિસ્મત તમારો સાથ આપશે કાચબો લોકોની ખરાબ નજર થી બચાવે છે