બોલિવુડ ડ્રામા કવિન રાખી સાવંત મોટા ભાગે લાઇમલાઇટનો હિસ્સો રહે છે. રાખી સાવંતનું નામ એ હસ્તીઓમાં સામેલ રહે છે જે લોકોના એન્ટરટેનમેન્ટ માટે કંઈ પણ કરી શકે છે. રાખી સાવંત પોતાની વાતો અને પોતાની હરકતોથી રડતા લોકોને પણ હસાવી શકે છે. ઘણા લોકો રાખી સાવંતના આ અંદાજ પર હસે છે તેની મજાક ઉડાવે છે પરંતુ રાખી સાવંતના આ અંદાજના અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખાનને ખૂબ વખાણ કર્યા છે. ટ્વિંકલ ખન્નાએ રાખી સવંતના વખાણ કરતા એ પણ કહી નાખ્યું કે રાખી સાવંતમાં એ બધુ જ છે જે હું નહીં હોય શકું. જેને જોઈને રાખી સાવંત પોતે પણ ઈમોશનલ થઈ ગઈ અને ટ્વિંકલ ખન્નાનો આભાર માન્યો.
રાખી સાવંતના વખાણ માટે ટ્વિંકલ ખન્નાએ ડિજિટલ પ્લેટફોર્મ ટ્વિંક ઇન્ડિયાને પસંદ કર્યું. ટ્વિંક ઈન્ડિયા ટ્વિંકલ ખન્નાનું જ એક નવું વેન્ચર છે જેમાં મહિલાઓ સાથે જોડાયેલા અલગ અલગ વિષયો પર ફેમિનિઝ્મમાં મુદ્દાની વાત કરવામાં આવે છે. આ જ પ્લેટફોર્મ પર ટ્વિંકલ ખન્નાએ રાખી સાવંતના અનોખા અંદાજના વખાણ કર્યા. ટ્વિંકલ ખન્નાએ પોતાના લેખની શરૂઆત કરતા લખ્યું કે રાખી સાવંત એ બધુ જ છે જે હું નહીં હોય શકું અને તે માટે હું તેને પ્રેમ કરું છું.
ટ્વિંકલ ખન્નાએ લખ્યું કે વર્ષોથી લોકો દ્વારા મજાકને પાત્ર બનવા છતા રાખી સાવંતે પોતાની જાતને ખૂબ મજબૂત રાખી છે જો રાખી સાવંતની જગ્યાએ ટ્વિંકલ હોત તો આ બધુ સહન કરી ન શકતી. ટ્વિંકલ ખન્નાએ કહ્યું કે હું પોતાને મીયર કેટની જેમ ખાડામાં છુપાવી લેતી અને બાકીની લાઈફ એવી રીતે જ વિતાવી લેતી પરંતુ રાખી સાવંતની મજાક ઉડાવવામાં આવે છે તો તે શરમમાં મુકાતી નથી. જેટલું આપણે તેના પર હસી શકીએ છીએ તે પણ હસે છે. રાખી સાવંતે જે રીતે પોતાના ફેમિલીને ગરીબીમાંથી બહાર કાઢી છે અને ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે તે હકીકતમાં વખાણ લાયક છે.
ટ્વિંકલ ખન્નાએ પોતાની પોસ્ટમાં હજુ પણ ઘણું બધુ લખ્યું છે. તેણે હાલમાં જ રાખી સાવંતના સ્ટાઇડરમેન સ્ટંટ બાબતે પણ ઉલ્લેખ કરતા કહ્યું કે તે ક્યારેય એવું કરી શકતી નથી જે રાખી સાવંતે કર્યું છે. તો ટ્વિંકલ ખન્ના તરફથી વખાણ મળ્યા બાદ રાખી સાવંત પણ ઈમોશનલ થઈ ગઈ. રાખી સાવંતે ટ્વિંકલ ખન્નાનો આભાર માન્યતા લખ્યું કે થેન્ક યુ સો મચ ટ્વિંકલ ખન્ના અને ટ્વિંક ઈન્ડિયા. પોતાના કિંમતી સમયમાંથી સમય કાઢીને મારા માટે આટલી સારી વાત લખી.
હું હંમેશાંથી વન વુમન આર્મી ફાઇટિંગ પર વિશ્વાસ રાખું છું. પછી મારી મજાક કરવામાં આવી હોય, મને ટ્રોલ કરવામાં આવી હોય કે અબ્યૂઝ કરવામાં આવી હોય દરેક પરિસ્થિતિમાં મેં પોતાને મજબૂત રાખી છે. આજે હું જે પણ છું તેના પર મને ગર્વ છે. હું મારી અને મારી ફેમિલીનું ધ્યાન રાખી શકું છું. લોકોને હસાવીને તેમનું એન્ટરટેનમેન્ટ કરીને દરેક મુશ્કેલ સમયને પાર કર્યો છે. હું જાણું છું કે ટ્વિંકલ ખન્નાની જેમ સારું થવા માટે ઘણું બધુ લાગે છે અને રાખી સાવંત બનવા માટે લોખંડનું દિલ લાગે છે.