આજે ઘણા યુવાન લાખો રૂપિયાની નોકરી છોડીને ખેતીને લગતી પ્રવુતિ કરતા હોય છે નોકરીના પગાર કરતા પણ વધુ અવાક મેળવતા હોય છે વૈભવી લાઇફસ્ટાઇલ માટે આજે ઘણા યુવાન મોટા શહેરોમાં સ્થાયી થાય છે ત્યારે આ યુવાન લાખો રૂપિયાની નોકરી છોડીને ગામડે આવીને એક નર્સરી ફાર્મ ચલાવે છે અને નર્સરી ફાર્મ માંથી લાખો રૂપિયા કમાય છે
૩૭ વર્ષનો સચિન કોઠારી દેહરાદૂન શહેરમાં રહેતો હતો સચિન MBA કર્યું ત્યાર પછી તેને એક કંપનીમાં સેલ્સ ઓફિસરની નોકરી શરૂ કરી કંપની દ્વારા સચિને પગાર પણ સારો આપવામાં આવતો હતો કંપની તરફથી આપવામાં આવતા ટાર્ગેટ પુરા કરવા માટે સચિન ખુબ મજૂરી કરતો સચિન પોતાની રોજિંદી વ્યસ્ત લાઈફ થી કંટારી ગયો હતો તેથી તેને કંઈક નવું કરવા માટે નોકરી માંથી રાજીનામુ આપી દીધું
સચિને પોતાના દોસ્ત સાથે દેહરાદૂનથી ૧૫ કિલોમીટર દૂર સુરખેત ગામા નર્સરી ફાર્મ શરૂ કર્યું નર્સરીમાં સચિન અને તેના દોસ્તે ખુબ મજૂરી કરી તેમ છતાં તેમને નુકશાન વેઠવું પડ્યું નુકશાન પડવાથી સચિનનો દોસ્ત તેનો સાથ છોડીને નોકરી કરવા માટે દિલ્હી પાછો આવી ગયો સચિન નિરાશ થતો નથી તે નર્સરીમાં કામ કરવાનું શરુ રાખે છે તેમ છતાં તેને સતત એક વર્ષ સુધી નુકશાન વેઠ્યું પરિવારના સભ્યો પણ સચિનને સાથ આપવાનું બંધ કરી દીધું હતું તેમ છતાં સચિન નર્સરીમાં મજૂરી કરવાનું શરૂ રાખે છે થોડો સમય પછી સચિન ધીરે ધીરે સફળ બને છે
નર્સરી શરૂ કરવા માટે છ લાખ રૂપિયા ખર્ચ થયો હતો તેમની પાસે પૂરતા પૈસા ન હોવાથી તેમને થોડા પૈસા સાગા સંબંધી જોડે થી ઉછીના લીધા હતા પ્રથમ એક વર્ષમાં ટેક્નોલોજીનો અભાવ અને અનુભવ તેમની પાસે નહતો તેથી તેમને ખુબ નુકશાન પડ્યું હતું આજે તેમની નર્સરી માંથી મોટા શહેરમાં રોપા આપવામાં આવે છે તે આજે બધો ખર્ચ કાઢતા તેમને વર્ષે ૧૦-૧૨ લાખ રૂપિયા કમાય છે