- ભારતીય સેનાના જવાનોએ કર્યુ આ કારનામુ
- BSFએ એક વીડિયો કર્યો જાહેર
- બે મિનિટની અંદર મારૂતિ જીપ્સીના સ્પેરપાર્ટસ કાઢી ફરીથી ફીટ કર્યા
ફક્ત 1 મિનિટ 57 સેકન્ડમાં જ કારનામું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હિમાચલના પ્રવાસે છે અને તેમની સામે સેનાના જવાનોએ આ કારનામુ કર્યુ છે.
અહીં બીએસએફએ એક વીડિયો જાહેર કરી બતાવ્યું છે કે રસ્તો બંધ હોવાથી કેવીરીતે સેના આખી Maruti Gypsyને અંદાજે બે મિનિટની અંદર તેના સ્પેરપાર્ટસ કાઢીને ફરીથી મારૂતિ બનાવી દે છે. બીએસએફ દ્વારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં સામે આવ્યું છે કે રસ્તામાં અડચણ આવવાથી કેવીરીતે જવાનોએ મારૂતિ જીપ્સીના બધા સ્પેરપાર્ટસ કાઢી નાખ્યા અને પછી આ સ્પેરપાર્ટસને રસ્તાની બીજી બાજુ લઇ જઇને ફક્ત 1 મિનિટ 57 સેકન્ડમાં જ આખી જિપ્સી એસેમ્બલ કરી દીધી. લાંબા સમય સુધી સાથ નિભાવ્યાં બાદ હવે ભારતીય સેના મારૂતિ જીપ્સીનો વિકલ્પ તપાસી રહી છે, જે એટલો જ દમદાર અને મજબૂત હોય. મારૂતિ સુઝુકીએ લાંબા સમય પહેલા આ SUVનું ઉત્પાદન ભારતમાં બંધ કરી દીધુ છે, પરંતુ ભારતીય સેના માટે કંપની અત્યાર સુધી આ કારનુ ઉત્પાદન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વી લદ્દાખમા ભારત-ચીન સરહદ વિવાદના સમયે મારૂતિ સુઝુકીએ 700 જિપ્સી સેનાને પહોંચાડી હતી.