આપણી આ ભારત ભૂમિમાં દેવી દેવતા પ્રત્યે ખુબ આસ્થા હોય છે અને તેના પાછળ ઘણી હકીકતો પણ છે.દરેક લોકોને પોતાના દેવ સ્થાન પર શ્રદ્ધા હોય છે. ઘણા એવા મંદિરો છે જે પોતાની વિશેષતાના કારણે શ્રદ્ધારુઓ ત્યાં આવતા હોય છે. આજે આપણે એવા જ એક નિષ્કલંક મહાદેવના મંદિર વિષે જાણીશું.
આ મંદિર ભાવનગરમા આવેલું છે આ મંદિર નિષ્કલંક મહાદેવનું મંદિર છે. આ મંદિર મા દર્શન માટે 12 કલાક મંદિર ખુલ્લું હોય છે દિવસ ના 6 કલાક અને રાત્રે 6 કલાક દર્શન માટે ચાલુ હોય છે આ મંદિર દિવસના ચોવીસ કલાકમાંથી ૧૨ કલાકાર દરિયામાં રહે છે અને બાકીના 24 કલાક દરિયાની બહાર રહે છે. આ મંદિરમાં ૫ શિવલિંગ આવેલા છે બધા શિવલિંગ રેતીમાંથી બનાવવામાં આવેલ છે.
આ મંદિરમાં ભાદરવી પૂનમ અને ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે તે દિવસે લાખો લોકોની સંખ્યા મહાદેવના દર્શન માટે ઉમટી પડે છે. જ્યારે દરિયાની લહેર આવે છે ત્યારે આખું મંદિર પાણીમાં ડૂબી જાય છે માત્ર મંદિરની ધજા જ દેખાય છે.
કહેવાય છે કે મહાભારતમાં યુદ્ધ પછી કૌરવોની હત્યાનો કલંક દુર કરવા માટે અહીં પાંડવો ૫ શિવલિંગ ની સ્થાપના કરી હતી. આ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું છે. આ મંદિરમાં દર્શન માટે ભક્તોએ રાહ જોવી પડે છે દરિયામાં પાણી ના હોય ત્યારે ભક્તો દર્શન માટે જઈ શકે છે. દર્શન માટે ભક્તો ને દરિયાની અંદર ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે છે.
પાંચ ભાઈઓ ના અલગ અલગ શિવલિંગ આવેલા છે. ભાવનગરથી ૨૩ કિલોમીટર ના અંતરે કોળીયાત નામની જગ્યાએ દરિયામાં આવેલું છે આ મંદિર. તે દરિયામા અસ્થિ નું વિસર્જન કરવામાં આવે તો મોક્ષ પ્રાપ્ત થાય છે તેવું કહેવાય છે. જીવનમાં કીમતી ટાઈમ કાઢીને નિષ્કલંક મહાદેવના દર્શન જરૂર કરવા જોઈએ.