ભારત એક ખેતીપ્રધાન દેશ છે ભારતમાં ૭૦ ટકાથી વધુ વસ્તી ખેતી ઉપર નિર્ભર છે તેની સાથે ઘણા ખેડૂતો પશુપાલન ઉદ્યોગ પણ કરતા હોય છે આજે શિક્ષિત યુવા વર્ગ પણ ખેતીની સાથે પશુપાલન ઉદ્યોગ કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી લે છે પશુપાલન ઉદ્યોગ માં નવી નવી ટેકનોલોજી વિકસાવીને આજે લાખો રૂપિયાની કમાણી ખૂબ આસાનીથી કરી લે છે પશુપાલન ઉદ્યોગ માં આવેલી ટેકનોલોજી થી ખર્ચ ઓછો થાય છે અને કમાણી વધુ થાય છે આજે હું તમને એક એવા એન્જિનિયર વિશે જણાવીશ જેને upsc ની તૈયારી છોડીને પશુપાલન ઉદ્યોગ વિકસાવ્યો છે અને તેમાંથી ખૂબ સારી કમાણી કરી લેછે
દીપકભાઈ એન્જિનિયર બન્યા પછી upsc ની તૈયારી અધવચ્ચે છોડી મૂકી ને પશુપાલન ઉદ્યોગમાં આગળ વધવાનું વિચાર્યું તેમને શરૂઆત ખૂબ નાના પાયે કરી હતી તેમને જેમ જેમ સફળતા મળતી ગઈ તેમ તે આ ઉદ્યોગમાં આગળ વધતા ગયા તે આજે વર્ષે ૧૭ લાખ રૂપિયાની કમાણી કરી લે છે
તે આજે એક ડેરી ફાર્મ ચલાવે છે જેનું નામ નાના ડેરી ફાર્મ રાખ્યું છે તેમનું આ ડેરી ફાર્મ નીમચ જિલ્લા માં આવેલું છે તે ડેરી ફાર્મ માં અલગ-અલગ ઘણી બધી વસ્તુઓ મળે છે આ ડેરી ફાર્મ માં શુદ્ધ ગાયનું ઘી તેમજ શુદ્ધ દૂધ લોકોને ઉપલબ્ધ કરાવે છે
દીપકભાઈ ના તબેલા માં રહેલી ગાયોનું ખૂબ ધ્યાન રાખે છે ગાયો માટે તેમને તબેલામાં ખૂબ ટેકનોલોજી વાપરી છે જેથી ગાય તંદુરસ્ત રહે અને દૂધ વધારે આપે આજે દીપકભાઈ 100 રૂપિયા પ્રતિ લિટર દૂધ વેચે છે અને 1200 રૂપિયા પ્રતિ કિલો ઘી વેચે છે તેમના ડેરી ફાર્મ બીજી ઘણી બધી વસ્તુઓ મળે છે આજે દીપકભાઈ જોડે ઘણા બધા ખેડૂત ભાઈઓ સલાહ લેવા માટે આવે છે
દીપકભાઈ ગાયોને આ ખોરાક ઉપર ખૂબ ધ્યાન આપે છે તે ગાયોને પાચન થઈ શકે તેવો ખોરાક આપે છે જેનાથી ગાયો બીમાર પણ નથી પડતી તે પોતાની પ્રોડક્ટ જાતે જ બજારમાં વેચે છે જેના લીધે તેમને નફો પણ વધારે થાય છે આજે તે પશુપાલન ઉદ્યોગ માંથી વર્ષે ૧૭ લાખ રૂપિયાની કમાણી કરી લે છે