દરેક માતા-પિતાની ઇચ્છા હોય કે પોતાનું બાળક ભણી-ગણીને જીવનમાં ખૂબ જ સફળ વ્યક્તિ બને તે માટે માતા-પિતા ખૂબ મજુરી કરતા હોય છે પોતાના બાળકને ભણવામાં કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે માતા-પિતા દિવસ રાત મજુરી કરીને પૈસા ભેગા કરતા હોય છે જ્યારે પોતાનું બાળક જીવનમાં સફર વ્યક્તિ બને તે જોઈને દરેક માતા-પિતાની આંખમાંથી આંસુ આવી જતા હોય છે
આજે હું તમને એક એવા પિતા વિશે જણાવી જેમને પોતાના દીકરાને સફળ બનાવવા માટે ખૂબ પરિશ્રમ કર્યો અને જ્યારે પોતાનો દીકરો જીવનમાં સફળ થયો ત્યારે તે ગરીબ પિતાની આંખમાંથી આંસુ આવી ગયા
સીતારામ બિહારમાં પોતાની એક નાનકડી મેડિકલ દુકાન ચલાવે છે તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નાજુક હતી પરિસ્થિતિ ખૂબ નબળી હોવા છતાં સીતારામ એ પોતાના દીકરાને ભનવ્યાં પાછળ કોઈ કસર છોડી ન હતી સીતારામ પોતાના દીકરાને ભણાવ્યો અને આજે તેમનો દીકરો કલેકટર બન્યો એટલે તેમના પિતા ખૂબ ખુશ થયા
પ્રવીણ એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો એક સમય એવો હતો કે તેમની જોડે ચોપડીઓ ખરીદવાના પૈસા પણ ન હતા પ્રવીણ ભણવામાં નાનપણથી ખૂબ હોશિયાર હતો તેમના પરિવારની પરિસ્થિતિ ખૂબ નાજુક હોવાથી તેમના પિતાની સગા સંબંધી જોડેથી ઉધાર પૈસા લઈને પ્રવીણ ને ભણાવ્યો હતો પ્રવિણ જ્યારે યુપીએસસીની પરીક્ષા મા આખા દેશમાં સાતમા નંબરે પાસ થયો ત્યારે તેમના પિતાની છાતી ગજ ગજ ફુલવા લાગી
પ્રવીણ ને તેના પિતાનું નામ આખા સમાજમાં રોશન કર્યું જ્યારે પિતા ને ખબર પડી કે પોતાનો દીકરો કલેક્ટર બની ગયો છે ત્યારે તેમની આંખમાંથી આંસુ છલકાવા લાગ્યા હતા તેમને ખૂબ તકલીફો વેઠી ને પોતાના દીકરાને ભણાવ્યો હતો અને આજે તેમની મહેનત સફળ સાબિત થઈ