ઉરફી જાવેદ એ ફરી દેખાણી નવા રૂપ મા આખા ડ્રેસ નો રિસ્ક એક પાતળા દોરા પર રાખીને પેહર્યો આ ડ્રેસ…જોઈને લોકો થયા ઘાયલ

Bollywood

ઉર્ફીએ નવો ડ્રેસ તૈયાર કરીને તેનો લેટેસ્ટ લૂક ચાહકો સાથે શેર કર્યો છે, જે થોડી જ મિનિટોમાં ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ ગયો છે. ઉર્ફી જાવેદના આ લુક વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ નીચેથી બ્લુ કલરનું બ્રેલેટ અને ફુલ ઓપન સ્કર્ટ લુક આપીને ગાઉન ડ્રેસ તૈયાર કર્યો છે.

ઉર્ફીએ હાઈ હીલ્સ અને ગ્લોવ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો. આ સાથે, લાલ લિપ શેડ અને કાનમાં બ્લુ ઇયર પીસ ઉર્ફીના આ લુકને વધુ બોલ્ડ ટચ આપતા જોવા મળે છે. ઉર્ફી જાવેદના આ લુકને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. એક તરફ અભિનેત્રીના ચાહકોને તેનો આ લુક પસંદ આવી રહ્યો છે, તો બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે

કે તેના ડ્રેસમાં ઘણું કપડું હતું પરંતુ તેણે પોતાનું શરીર બતાવવાની આદત નથી છોડી. આ વીડિયોને શેર કરતા ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું, ‘ફીલિંગ બ્લુ’. ઉર્ફીને તેના ડ્રેસિંગ સેન્સ માટે પણ ઘણીવાર ટ્રોલ કરવામાં આવે છે, જો કે તેનાથી તેને કોઈ ફરક પડતો નથી.

ઉર્ફી જાવેદ સલમાન ખાનના શો બિગ બોસમાં પણ જોવા મળી છે, જ્યાંથી તેની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદના ફોલોઅર્સ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ઉર્ફી જાવેદ નીત દેખાવ સાથે પ્રભુત્વ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *