જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાનું નિયત્રંણ મેળવું છે ત્યારથી લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે.અફઘાનમાં રહેતા દરેક લોકો પોતાના જીવ બચવા અફઘાન છોડવા માંગે છે.કાબુલ એરપોર્ટ ઉપર એટલી મોટી સંખ્યામાં લોકો અફઘાન છોડવા માટે લોકો ભેગા થયા છે કે ત્યાં વસ્તી ઉપર નિયત્રંણ કરવું ખુબ અગરુ છે.લોકો પોતાના નાના બાળકોને પણ US આર્મીના જવાનો ને સોંપવા મજબુર છે.તાલિબાન થી એટલા લોકો ડરે છે
તાલીબાના લોકો ખુલ્લે આમ કાબુલના રસ્તા ઉપર બન્દુકો લઈને ફરતા જોવા મળે છે.ત્યારથી બધા દેશોએ પોતાના નાગરિકોને અફઘાન છોડી મુકવામાં માટે ફરમાન જારી કરી દીધું છે.તાલિબાન દ્વારા કાબુલ એરપોર્ટ ઉપર હવા ગોરીબાર પણ કરવામાં આવે છે.કાબુલ એરપોર્ટ ઉપર હાલ અમેરિકી સૈનિક હોવાથી ત્યાં અમેરિકા 6000 જેટલા સૈનિકો છે.જે રાત દિવસ લોકોને ત્યાંથી બહાર કાઢવાનું કાર્ય કરે છે. હાલ એક એરપોર્ટ ઉપરથી એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં અમરેકી સૈનિક એક માસુમ બાળકને લોકોની ભીડ માંથી બાળકને બચાવે છે.
અમરિકાના રક્ષા વિભાગના પ્રવક્તા જોન બતાવે છે કે હમિદ કરઝાઈ એરપોર્ટ ઉપર લોકોની ભીડ વધુ હોવાથી લોકો ત્યાં અફરા તફરી વધુ હતી તેવામાં અફઘાન પિતા પોતાના બાળકનો જીવ બચવા પોતાના બાળકને અમેરિકા સૈનિકને આપી દેછે.આ બાળક ખુબ બીમાર હોય છે તેથી તેના પિતા અમેરિકી સૈનિક જોડે તેના ઈલાજ માટે મદદ માંગે છે તેના પછી અમેરિકી સૈનિક એરપોર્ટ ઉપર આવેલા હોસ્પિટલમાં લઈ જાય છે.અને તે બાળકનો ઈલાજ શરૂ કરાવે છે.
ઈલાજ પછી બાળકને પાછું તેના પિતાને આપવામાં આવે છે.બાળક એરપોર્ટ ઉપર હાલ સુરક્ષિત છે.અમેરિકા સેનાએ આ મુશ્કેલ સમયમાં માનવતા ભર્યું કામ કરીને અફઘાન લોકોના દિલમાં થોડી જગ્યા બનાવી
એક સિનિયર ઓફિસરના કહેવા પ્રમાણે હાલ કાબુલ એરપોર્ટ ઉપર હજારોની સંખ્યામાં અફઘાન છોડીને જવા માટે લોકો તૈયાર છે.કાબુલ એરપોર્ટ ઉપર હાલત ખુબ ખરાબ છે મહિલાઓ પોતાના બાળકોને કાંટારી તારની દીવાલ પર ફેંકતા જોવા મળે છે.બાળકને બ્રિટિશ સેનાને આપતી જોવા મળે છે ત્યાં હાલત જોઈને બધા લોકો ખુબ દુઃખી છે