હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખુબ મહત્વ રહેલું છે. વાસ્તુશાસ્ત્રનો આપણા જીવન ઉપર ખૂબ મોટો પ્રભાવ પડે છે. દરેક દિશા અને દરેક ખૂણાનું વાસ્તુશાસ્ત્રમાં એક અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે.જાણકારોના કહેવા મુજબ ઘરમાં રાખેલી દરેક વસ્તુ આપણા જીવનમાં સારી કે ખોટી રીતે પ્રભાવ ઊભો કરતી હોય છે.
ઘરની અંદર અલગ અલગ દિશાઓમાં રાખવામાં આવેલી વસ્તુઓનો મનુષ્યના જીવનમાં સકારાત્મક કે નકારાત્મક રીતે પ્રભાવ પડતો હોય છે.પણ ઘણા લોકો આ વસ્તુઓ ઉપર ધ્યાન આપતા નથી
વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.વાસ્તુ શાસ્ત્રમાં બતાવ્યા અનુસાર ઉત્તર દિશા ધનના દેવતા કુબેર દેવની દિશા માનવામાં આવે છે.ઉત્તર દિશાની હંમેશા માટે દોષમુક્ત રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ ઉત્તર દિશામાં વાસ્તુ દોષ હોવાથી તેની અસર વ્યક્તિના જીવન ઉપર પડતી હોય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દ્વાર ઉત્તર દિશામાં રાખવો જોઈએ ઉત્તર દિશામાં દર્પણ લગાવવું શુભ માનવામાં આવે છે.તેના સિવાય આ દિશામાં તુલસીનો છોડ રાખવો અતિ શુભ માનવામાં આવે છે.જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.ઉત્તર દિશામાં ધનના દેવતા કુબેર દેવનો ફોટો કે મૂર્તિ મૂકવી જોઈએ
ઉત્તર દિશામાં રસોડું રાખવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશામાં રસોડું રાખવાથી મા અન્નપૂર્ણા કૃપા હંમેશા માટે બની રહે છે.