દિયોદર તાલુકાના સોની ગામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો ડીગ્રી વગરનો ઊંટવૈદ્યને ત્યાં દિયોદર આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્થાનિક પોલીસે ને સાથે રાખી દરોડો પડતા ડીગ્રી વગરનો ઊંટવૈદ્ય ઝડપાયો છે.
જેમાં જાણવા મળતી માહિતી મુજબ આજે દિયોદર તાલુકાના સોની ગામના ગોંદરે છેલ્લા કેટલાક વર્ષોથી ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતો અને કોઈપણ પ્રકારની ડીગ્રી ન ધરાવતો તેમજ નામ વગર નું પોતાનું તબીબી દવાખાનું ચલાવતો ભરત ચૌધરી નામના ઊંટ વૈદ્ય ને ત્યા અચાનક દિયોદર આરોગ્ય વિભાગે દિયોદર પોલીસ ને સાથે રાખી દરોડા કરતા પોતાના નામ વગરના તબીબી દવાખાનામાં થી કેટલાક પ્રકારના ઇન્જેક્શન બાટલાઓ, નશીલી ગોળીઓ, જેવી દવાઓ મળી આવી હતી.
જેમાં દિયોદર પોલીસે આરોગ્ય વિભાગના અધિકારીઓ ને સાથે રાખી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં દિયોદર તાલુકામાં ડીગ્રી વગર ભોળી પ્રજાને ભોળવી પોતાનો રોટલો સેકવા નીકળેલા અનેક બોગસ ઊંટ વૈધોમાં પણ ફફડાટ ફેલાયો છે ત્યારે આરોગ્ય વિભાગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામડામાં જો ઓચિંતી તપાસ હાથ ધરે તો અનેક ઊંટ વૈધો સકંજામાં ફસાઈ જાય તો નવાઈ નથી પણ જો આરોગ્ય વિભાગ આંખ આડા કાન કરી ભોળી પ્રજાને લૂંટતી જોઈ તમાશો જોયા કરશે તો પણ નવાઈ નહિ.