લોકો પેટનો ખાડો પુરવા સવાર સાંજ તનતોડ મહેનત કરતા હોય છે. પોતાનું અને પોતાના પરિવારનું સારું જીવન નિર્વાહ થાય તેના માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે. તમારી પણ નજરમાં ઘણા એવા લોકો જોવા મળ્યા હશે કે તેઓ બધાથી કંઈક અલગ જ કરીને વાહવાહી મેળવી હોય. આજે અમે તમને એવી જ એક મહિલા વિષે જણાવીશું.
તેવી જ એક સફરતાની કહાની વડોદરામાં રહેતા શૈલજાબેન કાલેની છે. શૈલજાબેને વર્ષ ૨૦૧૮માં શુદ્ધ ધાણીના તેલનો વ્યવસાય માત્ર ૩ લાખ રૂપિયાના રોકાણથી કર્યો હતો. હાલમાં તેઓ અલગ અલગ પ્રકારના તેલ કાઢીને જેવા કે બદામ, નાળિયેર, મગફળી જેવા ૧૦ પ્રકારના તેલ કાઢીને તેમનો બિઝનેસ ચલાવી રહ્યા છે. તેઓ આ બિઝનેસમાંથી વર્ષે ત્રણ થી ચાર લાખનો નફો આરામથી કરી લે છે. તેમને આ ધંધા વિષે યુ ટ્યુબ પર વિડિઓ જોઈને શીખ્યું હતું.
શૈલજાબેનનું કહેવું છે કે બજારમાં જે તેલ મળે છે તેમાં રસાયણો હોય છે અને ચરબીનું પ્રમાણ વધુ પડતું હોય છે.
તેના કારણે જ ડોક્ટરો ધણીનું તેલ ખાવાની સલાહ આપતા હોય છે. આ તેલને આપણા આરોગ્ય માટે સારું માનવામાં આવે છે. પબ્લિકમાં તેના સાચા ઉપયોગની જાગૃતતા દેખાઈ રહી છે. આ બેન તેમના ગ્રાહકોને કોઈ ભેળસેળ વગરનું શુદ્ધ તેલ વેચે છે.
શૈલજાબેન પહેલા રોજનું ૧૦ થી ૧૨ લીટર તેલ કાઢતા હતા અને હાલમાં તેઓ મહિનાનું ૧૦૦૦ લીટરની આસપાસ તેલ કાઢી રહ્યા છે. તેઓ પહેલા પાપડ વેંચતા હતા. પછી તેમને ગાર્ડનિંગનું કામ ચાલુ કર્યું. તે દરમિયાન તેમને યુ ટ્યુબ પર એક વિડિઓ જોયો તેને જોઈને તેના વિશેની માહિતી મેળવી. લોકોમાં આ તેલની માંગ વધી રહી હોવાથી તેમને આ ક્ષેત્રમાં ઝંપલાવાનું વિચાર્યું અને તેમાંથી સારી કમાણી કરી શકાય તેમ છે. આ વિષે તેમને પરિવાર સાથે વાત કરી અને બધા સહમત થયા. તેઓ તેમની પ્રોડક્ટને ઓનલાઇન વેચવાનું પણ વિચારી રહયા છે.