ભારત એક સાંપ્રદાયિક દેશ છે ભારતમાં આજે ઘણા ધર્મના લોકો વસવાટ કરે છે ભારતમાં બધા ધર્મને સમાન અધિકાર આપવામાં આવ્યા છે હિન્દુ ધર્મના લોકો મંદિરમાં જતા હોય છે ત્યારે મુસ્લિમ લોકો મસ્જિદમાં જતા હોય છે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાન ઉપર શ્રદ્ધા રાખે તો તેમના માટે ઈશ્વર અલ્લાથી કોઈ ફર્ક પડતો નથી તેમના માટે બધા ભગવાન એકસરખા છે ઈશ્વર તો એક જ છે પણ મનુષ્ય તેમને જાતિ અને ધર્મના નામે ભાગલા પાડ્યા છે આજે દરેક ભક્ત પોતાની માનતા અનુસાર ભગવાન ઉપર વિશ્વાસ રાખતો હોય છે આજે હું તમને એક એવી બાબાની દરગાહ વિશે બતાવીશ જ્યાં માનતા રાખવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે
વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે નંબર ૮ પર આશરે ૨૦૦ વર્ષ જૂની ઘડિયાળી બાબાના નામની જાણીતી હજરત બાલાપીર બાબાની ચમત્કારિક દરગાહ આવેલી છે આખા દેશમાંથી હિન્દુ મુસ્લિમ સહીત તમામ ધર્મના લોકો આ દરગાહ ઉપર પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે ઘડિયાળી બાબા આવેલા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે જ્યારે કોઈ શ્રદ્ધાળુની મનોકામના પૂર્ણ થાય ત્યારે બાલાપીરની દરગાહ પર ઘડિયાળ ચડાવે છે
લગભગ બસો વર્ષ પહેલાં આ જગ્યા ઉપર હજરત બાલાપીર બાબા વસવાટ કરતા હતા જ્યારે તેમનું નિધન થયું ત્યારે તેમના ભક્તો દ્વારા અહીં દરગાહ બનાવવામાં આવી હતી ઘણા વર્ષોથી હિન્દુ પરિવાર દ્વારા દરગાહ સાર સંભાળ રાખવામાં આવે છે આ દરગાહ ખૂબ જ ચમત્કારી હોવાથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે
હઝરત બાલાપીર બાબાની દરગાહ પર લોકો આવીને ફુલ ચાદર અને ઘડિયાળ ચડાવે છે ગુરુવારના દિવસે દરગાહ પર ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે રસ્તા ઉપર આવતાં-જતાં લોકો બાબાના દર્શન કરવાનું ભૂલતા નથી શ્રદ્ધાળુ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાલાપીરના દર્શન કરીને માનતા રાખે છે અને જ્યારે કોઈ ભક્તની મનોકામના પૂર્ણ થાય ત્યારે અહીં આવીને ઘડિયાળ ફૂલ અને ચાદર ચઢાવીને પોતાની માનતા પૂર્ણ કરે છે