પરંપરાગત ખેતી છોડીને હરદા જિલ્લાના સંયુક્ત ખેડૂત પરિવારે બાગાયતી પાક પસંદ કર્યા. આનાથી માત્ર કરોડોની કમાણી જ નહીં પરંતુ સેંકડો ખેતમજૂરો માટે રોજગારનું કાયમી સ્ત્રોત પણ બન્યું. મધ્યપ્રદેશના કૃષિ મંત્રી કમલ પટેલ આ ખેડૂત પરિવારને મળ્યા હતા અને પત્રકારોની જેમ તેમનો ઈન્ટરવ્યુ લીધો હતો, તેમની સફળતાની ગાથા સમજી અને પ્રશંસા કરી હતી.
મધુસદન ધાકડ નામના આ ખેડૂતે બાગાયતી પાકને પસંદ કર્યો. આ ખેડૂતે ટામેટા, કેપ્સિકમ, મરચા અને આદુની ખેતી કરે છે. મધ્યપ્રદેશના કૃષિમંત્રી કમલ પટેલે મધુસુદન ધાકડ ખેડૂત જોડે પત્રકારની જેમ ખેડૂતનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું.
આ ખેડૂત ટામેટા, કેપ્સિકમ , મરચા અને આદુની ખેતી કરે છે. આ ખેડૂત ૬૦ એકરમાં મરચા , ૭૦ એકરમાં ટામેટા અને ૩૦ એકરમાં આદુ નો પાક લીધો છે. જેમાંથી તેમને આશરે પ્રતિ એકરે ૧૦ લાખ રૂપિયા જેટલો નફો થાય છે. ઘઉં તેમજ સોયાબીન તેવા રોજિંદા પાકને ત્યાગી દીધા છે. આ ખેડૂત ભાઈએ ચાલુ વર્ષે આશરે ૮ કરોડ રૂપિયાના ટામેટા વેચી નાખ્યા છે.
અહીં આગળ ૩૫૦ ખેડૂત મજુર ભાઈઓને રોજગાર પણ મળ્યો છે. જેમાં ખેતીની પેટર્ન આશ્ચર્યજનક બની ગઈ. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોને કહેવાનો પ્રયાસ કરી રહી છે કે તે પાકની ખેતી કરવી જોઈએ જેની બજારમાં માંગ છે.