ઘણીવાર કોઈ મંદિર પોતાના પ્રભાવથી પોતાના સંતોની સોભાવતું હોય છે અને ઘણીવાર કોઈ સંતો પોતાના પ્રભાવથી તીર્થને શોભાવતા હોય છે. જ્યારે ગુજરાતની અલૌકિક ભૂમિ પર આવેલું તરફ ગામના વાળીનાથ ધામમાં આ બંને જોવા મળે છે.
વાળીનાથ ધામમાં પ્રથમ મહંત વિરમગિરિજી બાપુને વાલ્મિકીજીનો અવતાર માનવામાં આવે છે. તેઓ બ્રહ્માજીની યાજ્ઞા મળતા ગિરનારથી ગુજરાત આવ્યા. પછી તેઓ ઊંઝા આવ્યા અને પટેલોના આગ્રહથી તેઓ ઊંઝા પણ રોકાયા. થોડો સમય ત્યાં સેવાના કાર્યો કર્યા પછી તેઓ ભાવભર્યું વિદાય લઈને નીકળી પડ્યા.
તે પછી તેઓ ઊંઝા અને વિસનગરમાં વચ્ચે રાયણના ઝાડ નીચે વનવગડામાં બેસી ગયા. એકવાર ત્રિભુવનભાઈ રબારી વહેલી સવારે માની પૂજા કરવા માટે આવ્યા. તેમને રાયણના ઝાડ નીચે એક સંતને ધ્યાન ધરેલા બેઠેલા જોયા. ત્રિભુવનભાઈ ની આગલા દિવસે માતાજીની સપનું આવે છે તેવું જ થયું છે તેમના જોડે પછી તેઓ ઝાડ નીચે બેઠેલા ગુરુ જોડે પૂરો પરિવાર તેમની જોડે કંઠી બંધાવે છે. પછી તેઓ વિરમગીરી મહારાજના સેવક બન્યા.
એકવાર સેવકો સાથે સત્સંગ માં બેઠેલા બાપુએ બાજુમાં ખોસેલો ચીપિયો ઉઠાવ્યો તો તેમાંથી ધૂણી નીકળી ત્યારબાદ સેવકો તે ખોડતા તેમાંથી અગ્નિ નીકળી. પછી આ પવિત્ર ભૂમિ ઉપર દસનામી અખાડા નો પાયો નાખી 300 વર્ષ સુધી ભક્તિ અને જ્ઞાનની ગંગા વહેડાવીને આ મહંતે જીવંત સમાધિ લીધી. ત્યારે ભક્તોના ટોળેટોળા ઉમટી પડ્યા.
ત્યારબાદ આ ગાદીએ ઘણા મહંતો જોયા સૌ કોઈ પોતાની રીતે સેવાના કાર્યો કરે છે. આ મંદિર તેમના સત્કાર્યો માટે જાણીતું છે.