બધા લોકોને ઈચ્છા હોય કે પોતાના વાળ કાળા અને ઘાટા હોય પોતાના વાળ કાળા હોય તો તે સુંદરતા વધારવા ની સાથે પોતાનો આત્મવિશ્વાસ પણ વધારે છે અત્યારના પ્રદૂષણ વારા વાતાવરણના લીધે વાળ ખરવાની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે ખરાબ પ્રદૂષણ ના લીધે વાળ કમજોર અને તૂટીને ખરવા લાગે છે
આજે ઘણી બધી સ્ત્રીઓ પોતાના વાળને કાળા અને મજબૂત બનાવવા માટે ખૂબ મોંઘા મોંઘા તેલ વાપરતા હોય છે તેમજ પાર્લરમાં જઈને મોંઘા હેર સ્પા કરાવતા હોય છે પણ તેના લીધે વાળ મજબૂત થવાને બદલે વાળ ખરવા લાગે છે આજે હું તમને એક એવા ઘરેલૂ નુસખા વિશે બતાવી જે કરવાથી તમારા પૈસાની પણ બચત થશે અને વાળ પણ મજબૂત અને લાંબા થશે
ઘરના રસોડામાં એવી ઘણી સામગ્રી ઉપલબ્ધ છે જે તમારા વાળને મુલાયમ અને ચમકદાર બનવામાં મદદ કરશે તમે તમારા વાળને મજબુત અને ચમકદાર બનાવવા માટે માખણથી હેર મસાજ કરી શકો છો ઘરે બનાવેલા માખણ નો ઉપયોગ હેર મસાજ માં કરવામાં આવે તો વાર મુલાયમ અને મજબૂત બનશે
જ્યારે તમે માખણથી વાળમાં મસાજ કરો ત્યારે વાર કોરા હોય તેનું ખાસ ધ્યાન રાખવું જ્યારે તમે માખણથી વાળમાં મસાજ કરો ત્યારે બાલના મૂળમાંથી મસાજ કરવાનું શરૂ કરવું અને તેની લંબાઈ સુધી મસાજ કરવો મસાજ પછી વાળને રૂમાલ થી કવર કરી લેવા તેને અડધો કલાક સુધી રહેવા દેવા ત્યાર પછી વાળને શેમ્પુ થી ધોઈ નાખવા વાળમાં જરાય ચીકાશ ન રહી તે વાતનું ખાસ ધ્યાન રાખવું આમ કરવાથી તમારા વાળ મજબૂત અને લાંબા તેમજ ચમકદાર બનશે
જો તમે તમારા વાળની લંબાઈ વધારવા માગતા હોય તો ટેન્શનમાંથી મુક્ત રહેવું ખૂબ જરૂરી છે કારણ કે ટેન્શન ના લીધે વાળ ખરવા લાગે છે જો તમારે લાંબા વાળ જોઈતા હોય તો ટેન્શનમાંથી મુક્ત રહેવું ખૂબ જરૂરી છે તમે યોગ કરીને પોતાના શરીરને રિલેક્સ રાખવાનો પ્રયત્ન કરી શકો છો
વાળને લાંબા અને મજબૂત કરવા માટે બે ઇંડા લો અને તેમાં બે ચમચી દહીં મિક્સ કરી તેની પેસ્ટ બનાવીને હળવા હાથે વારમાં લગાવીને અડધો કલાક સુધી રહેવા દેવું અને ત્યાર પછી શેમ્પુ થી વાળની ધોઈ નાખવા વાળમાં ચીકાશ ન રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું આમ કરવાથી તમારા વાળ મજબૂત બનશે