જો તમે છત્રી ને રેઈનકોટ માળિયા મા મુકી દીધું હોઈ તો પાછા કાઢી લ્યો કેમકે આ તારીખ થી ભુક્કા કાઢી નાખશે વરસાદ…

ગુજરાત

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની પ્રબળ શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન, 10 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગે ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે સિસ્ટમ એલર્ટ પર જોવા મળી રહી છે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે ત્યારે તેની અસર ગુજરાતમાં જોવા મળશે.

એવી આગાહી પણ કરવામાં આવી રહી છે કે નવરાત્રી સુધી ભારે વરસાદની સંભાવના છે. ઉપરવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની જળસપાટી સતત વધી રહી છે. દ્વારકા જિલ્લાના વાતાવરણમાં ગત સાંજે એકાએક પલટો આવ્યો હતો. જેના કારણે ફરી રસ્તા પર પાણી આવી ગયા

હતા. રાજ્યમાં સિઝનનો 103.21 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારબાદ કચ્છમાં 157.20 ટકા, ઉત્તર ગુજરાતમાં 110 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 84.24 ટકા, સૌરાષ્ટ્રમાં 91.15 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 113.7 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ થયો છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે.

હવામાન વિભાગે આ જાણકારી આપી છે. આ સાથે મધ્ય ગુજરાતમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ પડશે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે.

નિષ્ણાતો દ્વારા એક પછી એક મોટી આગાહી કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બરની શરૂઆતથી જ નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બરની શરૂઆતથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *