મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાદળોનો વરસાદ થયો. જેને જોઈને લોકો હેરાન છે સાથે જ લોકોમાં ભયનો માહોલ છે. એમ લાગી રહ્યું હતું કે જેમ આકાશમાંથી વાદળોના નાના નાના ટુકડા પડી રહ્યા હોય. વૃક્ષ અને ઘરો પર આ વાદળના ટુકડા પડ્યા હતા. હકીકતમાં તે પ્રદૂષણના કારણે ઊડી રહેલું ફીણ હતું જે વરસાદ સાથે નીચે જમીન પર પડી રહ્યું હતું. વાયુમંડળને સમજનારા વૈજ્ઞાનિકોનું માનવું છે કે વરસાદ અને વાતાવરણના પ્રદૂષણ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે આ ફીણના ગોળા બનીને જમીન પર પડી રહ્યા હતા.
હકીકતમાં આ ઘટના જોવા મળી છે ચંદ્રપુર શહેર પાસે દુર્ગાપુર વિસ્તારમાં. વૃક્ષ, ઘાસ, માર્ગ અને ઘરો સહિત ઘણી અન્ય જગ્યા પર આ ફીણના ગુચ્છોના રૂપમાં નજરે પડી રહ્યા હતા. વાદળું જેવુ દેખાતું આ ફીણ એક કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું હતું. આકાશમાંથી પડતા આ ફીણ સ્પષ્ટ રૂપે નજરે પડી રહ્યા હતા. લોકો પણ હેરાન રહી ગયા. લોકોને સમજ નહોતી પડતી કે આખરે શું થઈ રહ્યું છે. કોરોના મહામારી બાદ હવે શું નવી મશ્કેલી આકાશથી વરસી રહી છે. શરૂઆતમાં લોકોને એ જ લાગ્યું કે વાદળોના ટુકડા પડી રહ્યા છે, લોકોએ તેનો વીડિયો બનાવવાની શરૂઆત કરી દીધી. ત્યારબાદ લોકોએ સ્પષ્ટ કહ્યું કે તેમાંથી અજીબ ગંધ પણ આવી રહી હતી.
તરત જ બોર્ડના કર્મચારીઓએ એ વિસ્તારમાં પહોંચીને ફીણના સેમ્પલ લીધા. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ ફીણમાંથી અલગ જ ગંધ આવી રહી હતી. સ્વાદ મીઠાંસવાળો હતો. સાથે જ ફીણ ઓઈલી હતું. દુર્ગાપુર વિસ્તારથી માત્ર 2 કિલોમીટર દૂર જ ચંદ્રપુર થર્મલ પાવર સ્ટેશન છે. ચંદ્રપુરમાં બે દિવસથી વરસાદ થઈ રહ્યો છે. એમ માનવામાં આવી રહ્યું છે કે કોયલાની ખાણ અને થર્મલ પાવર સ્ટેશનથી નીકળતા પ્રદૂષણમાં સામેલ રાસાયણિક તત્ત્વોનું વરસાદ સાથે રીએક્શન થયું છે જેના કારણે આ ફીણના ગોળા હવામાં બનીને તરતા નજરે પડ્યા છે.
જે વિસ્તારમાં ફીણના ગોળા પડ્યા ત્યાં ચંદ્રપુર થર્મલ પાવર સ્ટેશન સહિત ઘણી કોયલાની ખાણ પણ છે જેના કારણે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વાયુ પ્રદૂષણ થાય છે. ચંદ્રપુરમાં છેલ્લા બે દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે. પર્યાવરણના જાણકાર સુરેશ ચોપનના જણાવ્યા મુજબ થર્મલ પાવર પ્લાન્ટ અને કોયલાની ખાણોથી વર્ષા જળ અને વાયુ પ્રદૂષણના પરિણામ સ્વરૂપ ફોમનું નિર્માણ હોય શકે છે. આ પહેલી વખત છે જ્યારે વરસાદ સાથે ફીણ પડ્યો હોય. ચંદ્રપુરના આ વિસ્તારમાં ફીણ પડવાના સમાચાર જેવા જ આવ્યા લોકોએ તરત જ મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB)ને આ જાણકારી આપી.
એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આખરે એમ કઈ રીતે થયું. શું ભવિષ્યમાં પણ એમ થઈ શકે છે. એમ ઘણા દેશોમાં જોવા મળ્યું છે જ્યાં વરસાદના સમયે માર્ગ પર ફીણ વહેતા નજરે પડ્યા છે. એમ ઘણી વખતે પાઇન ટ્રી સાથે પણ જોવા મળે છે. જ્યારે વરસાદ થાય છે તો આ વૃક્ષ પર ફીણ બનવા લાગે છે. એમ પાણી અને તેલ મળવાથી થાય છે.