હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનામાં 9 સપ્ટેમ્બર પછી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદની અપેક્ષા છે. અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમના કારણે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ ચોમાસું ધીરે ધીરે વિદાય લેશે. તે જ સમયે, ઘણા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે. સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં એક મોટું ચક્રવાત સર્જાશે, જેની અસર મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે. અંબાલાલ પટેલે રાજ્યભરમાં 8 થી 11 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
વરસાદના છેલ્લા સ્પેલ બાદ ચોમાસું ધીરે ધીરે વિદાય લેશે. 13 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં હળવો વરસાદ જોવા મળશે. છેલ્લા બે દિવસની વાત કરીએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચમાં સારો વરસાદ નોંધાયો છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદનો વિશ્વાસ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. આ સાથે નાના-મોટા વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમના કારણે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે.