વસંત પંચમી એટલે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આજે શનિવારના દિવસે વસંત પંચમી ઉત્સવ આખા દેશભરમાં મનાવવામાં આવશે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી પ્રાગટ્ય થયા હતા આ દિવસે માતા સરસ્વતી જોડે સંકળાયેલા કેટલાક ઉપાય કરવાથી બુદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને માલપુવા અને ખીરમાં કેસર નાખીને ભોગ ચઢાવવો જોઈએ માનવામાં આવે છે કે માતા સરસ્વતીને બુંદી ખૂબ પ્રિય છે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના પછી બુંદીનો ભોગ ચઢાવો ખૂબ લાભદાયક રહેશે
વસંત પંચમીના દિવસે પોતાના ગુરુની પૂજા કરવાની પરંપરા ચાલતી આવે છે આ દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવતી હોય છે એટલા માટે આપણને શિક્ષા આપવા વાળા ગુરુ અને શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે જે શિક્ષકે તમને શિક્ષણ આપ્યું હોય તે શિક્ષકને તમે આ દિવસે ભેટ આપી શકો છો
વસંત પંચમીના દિવસે પોતાના ઘરના નાના છોકરાઓ જોડે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરાવીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ માતા સરસ્વતીના પગમાં ગુલાબ રાખવો જોઈએ અને ગુલાબથી માતાના ચરણોની પૂજા કરવી જોઈએ
પૂજા કરતા સમયે માતા સરસ્વતીના આ મંત્રનો જપ 108 વખત કરવાથી માતા સરસ્વતી તેમની કૃપા તમારી ઉપર વરસાવે છે
ओम ऐं ह्रीं क्लीं महासरस्वती देव्यै नमः
વસંત પંચમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રાધાની પણ પૂજા કરવી જોઈએ એવી માન્યતા છે કે વસંત પંચમીના દિવસથી હોળી તહેવારની શરૂઆત થઈ જાય છે