તો મિત્રો તમને બધાને ખબર હશે કે આપણા ઘરમાં કચરાપેટી શું કામ મૂકવામાં આવે છે આપણા વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુ મૂકવા માટેનું એક સ્થાન નક્કી કરવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલા નિયમો અનુસાર વસ્તુ મૂકવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને વાસ્તુદોષ પણ દૂર થતા હોય છે
ઘરમાં ઉપયોગમાં આવતી દરેક વસ્તુઓનું એક નિયત સ્થાન નક્કી હોય છે જો કોઈ વસ્તુ ખોટી દિશા કે ખોટી જગ્યાએ મૂકવામાં આવે તો તેનો નકારાત્મક પ્રભાવ આપણા જીવન ઉપર પડતો હોય છે તેનો ખરાબ પ્રભાવ આપણા જીવન ઉપર પડવાથી કરોડપતિ માંથી રોડપતી થવામાં સમય નથી લાગતો
ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ આપની આસપાસ રહેતી હોય છે પણ તેને ખોટી જગ્યાએ મૂકવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઊર્જા વધતી હોય છે આ નકારાત્મક ઉર્જાથી બચવું ખૂબ જરૂરી છે આજે હું તમને કેટલીક ખાસ વસ્તુઓ વિશે જણાવીશ કે તેને કઈ જગ્યાએ મૂકવી
તો મિત્રો તમે બધાએ ઘણા ઘરોની અંદર જોયું હશે કે કચરાપેટી ઘરની અંદર મૂકવામાં આવતી હોય છે વાસ્તુ શાસ્ત્રમાં બતાવ્યા નિયમો અનુસાર કચરાપેટી ઘરમાં મુકવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે જો કોઈ કારણથી કચરાપેટી ઘરની અંદર જ મુકવી પડતી હોય તો કચરાપેટીને કોઈ દિવસ ખુલ્લી મૂકવી જોઈએ નહીં કચરાપેટીને હંમેશા ઢાંકણા થી બંધ કરીને મૂકવી જોઈએ બને ત્યાં સુધી કચરાપેટીની ઘરની બહાર રાખવી જોઈએ
વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યા નિયમો અનુસાર ઘરના ધાબા ઉપર ભંગાર કે કચરો ભેગો કરવો જોઈએ નહીં ભંગાર કે કચરો ઘરના ધાબા ઉપર ભેગા થવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવતી હોય છે આ નકારાત્મક ઉર્જાથી પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થતા હોય છે