આજકાલ લોકો ઘરની કુતરા રાખતા હોય છે પણ કેમ રાખતા હોય છે તે મોટાભાગના લોકોને ખબર નથી હોતી. સામાન્ય રીતે લોકો એમ સમજતા હોય છે કે લોકો શોખ માટે રાખતા હશે. જ્યોતિષ અનુસાર કૂતરાને એક મહત્વપૂર્ણ પશુના રૂપ બતાવવામાં આવ્યું છે. કૂતરું એક એવું પ્રાણી છે કે તે ભવિષ્યમાં થનારી ઘટનાઓ અને સૂક્ષ્મ જગતની આત્માઓને જોવાની તાકાત હોય છે. તે દૂર સુધીની ગંધને પારખવામાં માહેર માનવામાં આવે છે.
હિન્દુધર્મમાં તેને એક રહસ્યમય પ્રાણી માનવામાં આવે છે. આનો ઉલ્લેખ મહાભારત કાળમાં પણ જોવા મળતો હોય છે. પાંડવોની હિમાયયાત્રા સમયે એક કૂતરું હતું તે છેલ્લા સમય સુધી તેમનો સાથ નથી છોડતું. હિન્દૂ ધર્મમાં કાળા રંગના કૂતરાને કાલ ભૈરવની સવારી માનવામાં આવે છે. કાળા રંગના કૂતરાને મીઠી ખવરાવાથી કાલ ભૈરવ પ્રસન્ન થાય છે. આવનારી વિપત્તિ માં રક્ષણ આપે છે.
જ્યોતિષ અનુસાર કાળા રંગના કુતરા પર શક્તિશાળી શનિ અને કેતુનો પ્રભાવ હોય છે. કાળા અથવા સફેદ કાળા રંગના કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવવાથી આવનાર મુશ્કેલીમાં રાહત મળે છે. શાસ્ત્રોમાં કેતુને સંતાનપ્રાપ્તિમાં તકલીફ હોય, સંતાનની સ્વસ્ત્યની વાત હોય કે બાળકની પ્રગતિની વાત હોય તેવામાં કાળા રંગના કૂતરાને રોટલી ખવરાવવી શુભ માનવામાં આવે છે.
એવું કહેવામાં આવે છે કે કાળા રંગના કૂતરાને ખવડાવાથી ઘરમાં કોઈ આકસ્મિક ઘટના ઘટતી નથી. એવું પણ કહેવાય છે કે કાળા રંગના કૂતરાને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં નથી રહેતી. અટકી ગયેલા પૈસા કે કોઈ નાણાકીય તંગી હોય તેમાં પણ મદદરૂપ થાય છે. કાળા કૂતરાને રોટલી ખવડાવાથી ગરીબ પણ અમીર બની જાય છે અને સ્વાસ્થ્ય સંબન્ધિત પણ સુધાર જોવા મળે છે તેવું માનવામાં આવે છે.