છોકરીઓ ભણવામાં સારું પરિણામ લાવે તો તેમને લોકો ભવિષ્યના ડોક્ટર, એન્જીનીઅર કે કોઈ સારા સરકારી અધિકારી તરીકે જોતા હોય છે. ઘણા ઓછા લોકો તેમને બિઝનેસ વૂમન તરીકે જોવે છે અથવા વિચારે છે. પુરુષપ્રધાન દેશમાં કોઈ છોકરી માટે પરિવારનો ધંધો સંભારવો આસાન નથી હોતો. પરંતુ મહિલાઓએ તેમની હોશયારી અને કાબેલિયતને કારણે આ વિચારને પછાડ્યો છે.
હાલની ભારતની મહિલાઓ પરિવારનો બિઝનેસ જ નહીં પરંતુ પોતે નવું સ્ટાર્ટ અપ કરીને જવાબદારી સાથે નિભાવે છે. દેશની એવી ઘણી મહિલાઓ છે જેમને દુનિયામાં પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. તેમને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકો ઓરખતા થઇ ગયા છે. આજે અમે તમને આવી ધનવાન મહિલાઓ વિષે જણાવીશું.
સાવિત્રી જિંદાલ : ફોર્બ્સની યાદીમાં ભારતની સૌથી આમિર મહિલામાં સાવિત્રી જિંદાલ નું નામ સામેલ છે. તે લિસ્ટમાં તેમનું નામ સાતમા નંબર પર છે. તેઓ ઓપી જિંદાલ ગ્રુપના ચેરપરસન છે. આ ગ્રુપ સિમેન્ટ, પાવર, સ્ટીલ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલ છે. ૨૦૦૫ ના વર્ષમાં તેમના પતિ મુર્ત્યું પછી તેમને આ જવાબદારી ઉપાડી હતી. તેઓ હરિયાણા સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે.
લીના તિવારી : ફાર્મ કંપની યુએસવી ઇન્ડિયા ના ચેરપરસન લીના તિવારી ભારતના સૌથી આમિર મહિલાઓમાં ત્રીજા નંબર પર છે. તેમની કુલ સંપત્તિ ૪.૪ અરબ ડોલર છે. લીના તિવારીની કંપની ડાયાબિટીસ અને કાર્ડીઓવાઈસ્કુલર સાથે જોડાયેલી છે. તે કંપનીની સ્થાપના લીના તિવારીના દાદાએ કરી હતી.
દિવ્યા ગોકુલનાથ : ફોર્બ્સના લિસ્ટમાં ભારતની ચોથી સૌથી ધનવાન મહિલા ના સ્થાન પર ૩૭ વર્ષની દિવ્યા ગોકુલનાથનું નામ સામેલ છે. તેઓ બાયજૂજ ના કો ફાઉન્ડર છે. તે એક ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ છે. કોરોનના સમયગાળામાં સ્કૂલો અને કોલેજો બંધ હતી એટલે કંપનીએ સારો એવો ગ્રોથ કર્યો હતો. તેમની વર્ષની આવક ૪.૦૫ અરબ ડોલર થઇ ગઈ છે.