આજના જમાનામાં પૈસો એક મહત્વનું પરિબળ બની ગયું છે. એકબીજાની સાથે ચાલવા માટે પૈસાનું પણ એટલું જ મહત્વ રહેલું છે. આજના જમાનામાં કામના ભારણ વાળા દિવસોમાં દરેક વ્યક્તિને પૈસા કમાવાની જરૂરિયાત હોય છે. ઘણા લોકો એવા હોય છે કે એમની જોડે પૈસા સામેથી આવે છે અને ઘણા એવા પણ હોય છે ખૂબ મહેનત કરવા છતાં પણ પૈસાની અછત દૂર થતી નથી. હિન્દુ ધર્મમાં શાસ્ત્રોના અંધારી વહેલી સવારે ઊઠીને કેટલાક કામ કરવા જોઈએ.
સવારમાં વહેલા ઊઠીને અમુક એવા કામ છે જેને કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે વ્યક્તિ તે કામ સવારમાં વહેલા ઊઠીને કરીએ છીએ તો તેના ધારેલા સપનાઓ પુરા થાય છે તેમની કોઇ ઇચ્છા અધૂરી રહેતી નથી. અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા માટે તેમના પર બનેલા રહે છે.
શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે તમે જે રૂમમાં આરામ કરતા હોય ત્યાં તમે જે ભગવાનને માનતા હોય તેમનો એક ફોટો લગાવવો જોઈએ જેથી તમારી આંખો ખુલે ત્યારે તમને ભગવાનના દર્શન થાય જેથી તમારો દિવસ આનંદમય પસાર થાય છે. એવું પણ કહેવાય છે કે જે લોકો સવારમાં સૌથી પહેલા ઊઠીને ભગવાનના દર્શન કરે છે તેમને દિવસ દરમિયાન ભગવાનનો સાથ રહે છે.
એવું પણ માનવામાં આવે છે આપણે જ્યારે સવારે ઊઠીએ ત્યારે હાથની હથેળીમાં જોવાથી તેને સુભદાયક માનવામાં આવે છે. તું સવારમાં ઉઠીને આવું કરીએ તો આપણી અંદર એક હકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે અને આપના નસીબ માં વધારો થાય છે. તેની સાથે સવારમાં એક મંત્રનો જાપ કરવાનો તેનાથી તમારી ધારેલી સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને નસીબમાં બદલાવ જોવા મળશે. સવારે ઉઠો ત્યારે બોલી નાખો આ મંત્ર
કરાગ્રે વસતે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી |
કરમૂલે તો ગોવિંદ: પ્રભાતે કર દર્શનમ્ ||
મતલબ કે ગુજરાતી હથેળીના આગળના ભાગમાં લક્ષ્મીદેવી, મધ્ય ભાગમાં સરસ્વતી દેવી અને મૂળ ભાગમાં બ્રહ્માજીનો વાસ હોય છે. માટે હું મારી હથેળીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરું છું. મોટાભાગે દરેક લોકો આ મંત્રનો જાપ કરતા હોય છે.