ભારત એક ધાર્મિક દેશ છે ભારતમાં લાખોની સંખ્યામાં નાના મોટા મંદિરો આવેલા છે આ દરેક મંદિરમાં અલગ અલગ દેવી-દેવતા સાક્ષાત બિરાજમાન હોય છે ભારતમાં આવેલા મંદિરોમાં દેવી-દેવતાની પૂજવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે
ભારતનું દરેક મંદિર એક અલગ વિશેષતા ધરાવતું હોય છે ભારતમાં આવેલા દરેક મંદિર રહસ્યોથી ભરાયેલા છે જેના રહસ્ય આજ દિવસ સુધી કોઈ ઉકેલી શક્યું નથી આજે હું તમને એક એવા મંદિર વિશે જણાવી જ્યાં દર્શન કરવાથી તમામ દુઃખ દર્દ દૂર થાય છે
આ મંદિર વિચિત્ર દેવીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૯૩ થી બે કિલોમીટર દૂર ચૌધેરા ગામમાં આવેલું છે આ મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે નવરાત્રિના નવ દિવસ માતાજીની ભક્તિ કરવા માટે વિચિત્ર દેવી મંદિરોમાં ભકતોનું ઘોડાપુર ઉમટી પડે છે
આ મંદિરની સ્થાપના ધનીરામ ગુરુ કરાવી હતી એમની વિચિત્ર દેવીનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું ધનીરામ ગુરુ ખૂબ મજુરી કરતા હતા તેમ છતાં કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થતી ન હતી પછી માતાજીના આશીર્વાદથી તેમને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થઇ તેમની દરેક ઈચ્છા માતાજી એ પૂર્ણ કરી હતી
ત્યારબાદ ધનીરામ ગુરૂ ની ઈચ્છા મુજબ વિચિત્ર દેવીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું મંદિરમાં વિચિત્ર દેવીની પૂજા સાથે બાબા હઠીમાનની પૂજા કરવામાં આવે છે મંદિરમાં આવતા તમામ ભક્તોના દુઃખ માં વિચિત્ર દેવી દૂર કરે છે