વિદ્યાનગર ખાતે આર.એમ.દેસાઈ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજમાં ” કલામંચ સ્પર્ધા ” યોજાઈ.

trending

ચારુતર વિધામંડળ સંચાલિત રમા મનુભાઈ દેસાઇ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ વલ્લભ વિદ્યાનગર ખાતે કોલેજ ના વિધાર્થીઓ માં રહેલી અભિવ્યક્તિ ને બહાર લાવવા માટે તેમજ તેમના માં રહેલી કલા ને મંચ ઉપરથી પ્રસ્તુત કરી શકે તે માટે ” કલામંચ સ્પર્ધા” અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં અધ્યક્ષ તરીકે કોલેજ ના આચાર્ય શ્રી ડો.ધીરુભાઈ દેસાઇ રહ્યા.

આમંત્રિત મહેમાનો માં શ્રીમતી ઈના શાહ( શાસ્ત્રીય સંગીત ગુરુ) શ્રી પરિમલ રત્નોતર( સંગીત ગુરુ) શ્રીમતી અલ્પા ભટ્ટ, શ્રીમતી કોમલ શુક્લા હાજર રહ્યા. આ કાર્યક્રમ માં કોલેજ ના દરેક વિભાગના કુલ 83 વિધાર્થીઓ સમૂહ તથા સોલો સ્પર્ધા માં ભાગ લીધો. કલામંચ કાર્યક્રમ ના કન્વીનરશ્રી તસવુર મલેકે કાર્યક્રમ ની સંપૂર્ણ માહિતી આપી હતી અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. SATISH CHRISTIAN, VIDHYNAGAR, ANAND

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *