આપણે વેદ, પુરાણ, મહાભારત અને રામાયણમાં ગણી એવી વાતો લખાયેલી છે તેના આચરણ દ્વારા ગમે તેવા મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી શકીએ છીએ. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં આરોગ્ય અને સંબંધોને લગતા અનેક સંકટનો સામનો કરવો પડતો હોય છે.આવી સ્થિતિમાં તેમાંથી બહાર આવવા માટે મહાત્મા વિદુરજી જણાવેલી વાતોમાં તમને જણાવીશું.
સમગ્ર વિશ્વમાં પાંચ પ્રકારના આનંદ સૌથી મુખ્ય છે જેમાં સંપત્તિ, સારું સ્વાસ્થ્ય, આજ્ઞાકારી સંતાન, સંસ્કારી અને સુશીલ પત્ની અને દરેક ઈચ્છાઓ પુરી થઇ શકે તેવું જ્ઞાન. આ પાંચ વસ્તુઓથી સમગ્ર સુખ પ્રાપ્ત થઇ શકે છે. તેના માટે પોતાનાથી બની શકે તેટલા સારા પ્રયત્નો અને કર્મ કરવા જોઈએ.
વાસના, ક્રોધ અને લોભ એ ત્રણ પ્રકારના એવા માર્ગ છે જે વ્યક્તિને દુઃખ તરફ લઇ જાય છે. આ માર્ગ મનુષ્યના શરીર અને આત્માનો નાશ કરે છે.દરેક વ્યક્તિએ તેનાથી દૂર રહેવું જોઈએ. આ ત્રણ માર્ગ જીવનના સુખનો નાશ કરનારા દરવાજા છે. ત્રણેયનો હંમેશા ત્યાગ કરવો જોઈએ.
કોઈના પ્રતે ઈર્ષા રાખનાર બીજાને શંકાશીલ રીતે જોનાર અને બીજા પર આશ્રિત રહેનાર લોકો હમેશા નાખુશ રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે બીજા પર નિર્ભર રહેનારા લોકો હમેશા દુઃખી રહે છે. એટલે બીજા પર ઈર્ષા કરવાને બદલે એકબીજાને બને તેટલો સહયોગ કરો. વધુ પડતો ગુસ્સો અને દરેક વ્યક્તિને સંકાશીલ રીતે જોવાથી આપણા સંબંધોમાં તિરાડ ઉભી થાય છે. તેના માટે દરેક વ્યક્તિએ વિશ્વાસ કરતા શીખવું જોઈએ.
કોઈના પ્રત્યે વેર ભાવ રાખવું યોગ્ય ન કહેવાય દરેકને સ્વત્રંત રહેવા દેવું જોઈએ. તમે સુખી રહેવા માંગતા હોય તો તેને જીવનમાં ઉતારજો. એક વ્યક્તિ જીવનમાં પાપ કરે છે તેનો બીજા લોકો આનંદ ઉઠાવે છે. આનંદ લેનાર તો બચી જાય છે પણ પાપ કરનાર દોષનો ભાગીદાર બને છે. તમે કરેલા પાપનું પરિણામ ભોગવવું જ પડશે. કર્મ જ માણસને સૌથી આગળ લઇ જાય છે.
દરેક મનુષ્યએ તેના માતા પિતા, અગ્નિ, આત્મા અને ગુરુ આ પાંચ વ્યક્તિની ખુબ જ પ્રેમભાવ અને નિષ્ઠાથી સેવા કરવી જોઈએ. જો તમે તેમની સેવા નહીં કરો તો તમારે પસ્તાવાનો વાળો આવશે.દરેકે પોતાના મન અને શરીરને સ્વાસ્થ્ય રાખવું જોઈએ અને તે ત્યારે જ સ્વાસ્થ્ય રહે જયારે તમે સારા કર્મ કરો છો.
તમને આ વાત ગમી હોય તો લાઈક કરજો અને મિત્રો અને પરિવારજનોને મોકલજો.