વિજાપુર ના ધનપુરા ગામના નાગરીકે ધનપુરા ગામે મનરેગા ની ગ્રાન્ટ તેમજ રોયલ્ટી ગ્રાન્ટ ના બે કરોડ બાવીસ લાખ સ્વભંડોળ ના છેતાલીસલાખ ની વાપરવામાં આવેલ ગ્રાન્ટ કઈ કઈ જગ્યાએ વાપરવામાં આવી છે તે અંગેની આરટીઆઇ કરી માહીતી માગનાર ધનપુરા ગામના નાગરીક ને તાલુકા પંચાયત ગ્રામપંચાયત તેમજ જીલ્લા પંચાયત માં માંગવા આવેલ માહીતી ની મુદ્દત ઉપરાંત તારીખ વીતી ગયા બાદ પણ માહીતી નહીં આપતા વપરાયેલી ગ્રાન્ટ માં ભારે ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકા ઉભી થવા પામી છે.
આ અંગેની મળતી માહીતી મુજબ ધનપુરા ગામના પટેલ ગોવિંદભાઇ કચરા ભાઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ મનરેગા યોજના અંતર્ગત માર્ચ ૨૦૧૭ થી ૧૦/૧૦/૨૦૨૧ સુધી થયેલ કામો તેમજ મંજુર થયેલ કામો હાજરી પત્રક ની નકલ પુર્ણ થયેલ કામોના બનેલા બીલો ની નકલ પુર્ણ થયેલ કામોના કંપલીશન સર્ટી સક્ષમ અધિકારી ના થયેલ સહી સિક્કા સાથે ની નકલ ગામ માં વપરાશ મટેરિયલ ના વાઉચાર ની નકલ તેમજ ATVT નાણાંપંચ રેતી કંકર ની ગ્રાન્ટ માંથી મંજુર થયેલ હોય તેના એસ્ટીમન્ટ ની નક્શા સહિત એમબી માં રેકોર્ડ માં આવેલ હોય દરેક કામોની માલ સામાન સાથે નકલો તાલુકા પંચાયત દ્વારા આપવામાં આવેલ મંજુર થયેલ પ્લાન સ્વ ભંડોળ ની વિગતો ૧૭૫૦૦૦/- ગ્રાન્ટ ની ગટર યોજના માં વપરાયેલ છે.
જે ની વિગતો તેમજ ગામ માં સુવિધા ના નામે બનાવેલ રોડ રસ્તા ગટરો એકને એક દેખાતી હોવાના કારણો તેમજ બનાવેલ ગટરો ના બીલો વાવચર સહીત ની વિગતો માંગવા માં આવી છે જેની રજુઆત ગ્રામપંચાયત થી તાલુકા પંચાયત જીલ્લા પંચાયત સુધી માહીતી નથી મળતી તે અંગે રજૂઆતો કરી છે તેમ છતાં તંત્ર નુ પેટનું પાણી હલતું નથી જેને લઈને થયેલ કામો માં ભ્રષ્ટાચાર થયો હોવાની રજુઆત કર્તા ગોવિંદભાઇ કચરા ભાઈ પટેલે આશંકા વ્યક્ત કરી હતી