વિજાપુર પાલીકા દ્વારા સરકાર ના આદેશ મુજબ શરૂ કરવામાં આવેલ આઝાદી અમૃત મહોત્સવ પ્રોત્સાહન યોજના અંતર્ગત પાલીકા માં બાકી રહેલા ઘર ના વેરા ધારકો એ તેનો તા ૦૧/૦૩/૨૦૨૨ થી તા ૧૬/૦૩/૨૨ સુધી 56લાખ 1હજાર નો વેરો પંદર દિવસ માં જમા થયેલ છે જોકે બાકીના રહેલી તારીખો માં બાકીદારો ને જમા કરાવી જવાની અને સત્વરે લાભ લેવા જે આખર તારીખ 31 માર્ચ 2022 સુધી માં ભરી જવા જાહેરાતો ના માધ્યમથી નગરજનો જણાવી વેરો ભરાવવા નો પ્રતીક સુખડીયા સહિત કર્મચારીઓ નો લોકનો સહકાર મળી રહયો છે.
આ અંગે ચીફ ઓફિસર જયેશ પટેલે જણાવ્યું હતુકે સરકાર ની આઝાદી અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત પંદર દીવસ માં ૭૦૧ ઘર વેરા ધારકો એ લાભ લીધો છે જેમાં 56 લાખ 1 હજાર જેટલો વેરો જમા થયો છે જેમાં પાલીકા એ વ્યાજ પેનલ્ટી તેમજ દંડ સહીત ની રૂપિયા 46 લાખ 2હજાર જેટલો 100 ટકા માફી આપી છે શહેર માં હજુ કેટલાક બાકીદારો ના વેરા બાકી છે જે સત્વરે તારીખ 31 માર્ચ સુધી ભરપાઈ કરી જશે તે તમામ લાભ પાત્ર થશે લોકો વધુ જાગૃત થાય તે માટે જાહેરાતો તેમજ અન્ય માધ્યમથી લોકોને સરકાર ની યોજના ઘેર ઘેર પોહચાડી રહયા છે.
હજુ ઘણા લોકો આનો લાભ ઉઠાવશે તેવી પાલીકા આશા સેવી રહીછે સરકાર ની યોજના અકમાસ અંદર ની હોવાથી લોકોની વેરો ભરવા માટે ઘણી ભીડ રહે છે જેના કેટલાક લોકો ધીમે ધીમે વેરો ભરપાઈ કરવા પાલીકા સુધી આવી રહયા છે વેરો બાકીદારો ની સંખ્યા વધારે લાંબી છે કેટલા બહાર રહેતા હોવાથી તેઓને પણ જાણ કરવા માં આસપાસ ના લોકો દ્વારા જાણ કરવામાંઆવી રહી છે જેથી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ટુંકી તારીખો ના દિવસોમાં સત્વરે લાભ માટે લોકોની કતાર શરૂ થઈ છે