વિરાટ કોહલી એ ખરાબ ફોર્મ ની વચ્ચે ડાન્સ વિડિયો થયો વાયરલ, લોકો એ કહ્યું આવુ……..

ક્રિકેટ

વિરાટ કોહલી ક્રિકેટમાંથી બ્રેક લઈને પરિવાર સાથે રજાઓ ગાળવા પેરિસ ગયો છે. વિરાટ કોહલીની પત્ની અને લોકપ્રિય બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ તેના પેરિસ આગમનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તેની ક્રિકેટ કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. જો કે, આ દરમિયાન વિરાટ કોહલીએ લગભગ એક મહિના માટે ક્રિકેટના મેદાનમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.

બ્રેક શરૂ થયા બાદ તરત જ વિરાટ કોહલીનો એક શાનદાર ડાન્સ વીડિયો સામે આવ્યો છે. વિરાટ કોહલીનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલિવૂડ સેલેબ્સ પણ વિરાટ કોહલીના નવા ડાન્સ વીડિયોને પસંદ કરી રહ્યા છે. બોલિવૂડના ફેમસ એક્ટર વરુણ ધવને વિરાટ કોહલીના વીડિયોના વખાણ કર્યા છે. આ પહેલા વરુણ ધવનનો આવો જ એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *