T20 બાદ ODI ક્રિકેટમાં વિરાટની જગ્યાએ રોહિતને ભારતનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે રહાણેની જગ્યાએ રોહિતને ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.
રોહિત શર્મા હવે ભારતનો નવો વનડે કેપ્ટન બનશે. T20 વર્લ્ડ કપ બાદ ભારતના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ T20 ની કેપ્ટન્સી છોડી દીધી અને તેની જગ્યાએ રોહિતને આ જવાબદારી સોંપવામાં આવી. આ પછી કોહલીની જગ્યાએ રોહિતને ભારતનો નવો વનડે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ૩ મેચની વનડે શ્રેણીમાં ભારતની કેપ્ટનશીપ કરશે.
જાન્યુઆરી ૨૦૧૭ માં જ્યારે ધોનીએ પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે વિરાટ ભારતનો ODI કેપ્ટન બન્યો હતો. બાદમાં તેણે કહ્યું કે તેણે કોહલીને ૨૦૧૯ વર્લ્ડ કપની તૈયારી માટે સમય આપવા માટે આ પગલું ભર્યું હતું. જોકે વિરાટ ભારત માટે ૨૦૧૯નો વર્લ્ડ કપ જીતી શક્યો નહોતો.
વન-ડે ટીમની કેપ્ટનશીપ આપવાની સાથે રોહિતને ટેસ્ટ ટીમ નો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. આ પહેલા અજિંક્ય રહાણે ભારતની ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન હતો. તેણે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની પ્રથમ મેચમાં પણ ભારતની કેપ્ટનશીપ કરી હતી. જો કે છેલ્લા કેટલાક સમયથી તેનું ફોર્મ સારું નહોતું. જ્યારે રોહિતે શાનદાર બેટિંગ કરી હતી. આ કારણોસર રહાણેની જગ્યાએ રોહિતને ટેસ્ટ ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.