ચોમાસાની ઋતુ માં નદી કે તળાવમાં માં ડૂબી ને મૃત્યુ થવાના કિસ્સા સામે આવતા હોય છે ચોમાસામાં વરસાદ પડવાથી નદી તળાવમાં નવા પાણી આવક થાય છે તેના લીધે નદીનું પાણીનું સ્તર ઊંચું આવતું હોય છે.પાણીનું સ્તર ઊંચું આવાથી ઘણા લોકોને તે વાત ની ખબર હોતી નથી અને તે નદીમાં વિસર્જન કરવા કે નહાવા પડતા હોય છે પરિણામે આનંદ ઉલ્લાસ ક્યારે શોકમાં ફેરવાઈ જાય છે તેની ખબર પણ નથી પડતી આવી એક દુઃખદ ઘટના ઝારખંડમાં બની હતી
ઝારખંડ રાજ્યના બાલુમાથ પોલીસ સ્ટેશની હદમાં આવેલા મનનડીહ ગામા આ દુઃખ બનાવ બન્યો હતો જેમાં શનિવારના દિવસે કર્મા ડાલીનું વિસર્જન કરવા જતા હતા તેમાં ૭ કિશોરીનું તળાવમાં ડૂબવાથી અવસાન થયું હતું મૃતકમાં ત્રણ સગી બહેનો હતી તેની સાથે અન્ય ચાર કિશોરી ના મૃત્યુ થયા હતા સૌપ્રથમ એક કિશોરી પાણીમાં ડૂબવા લાગી હતી જેને બચવા એક એક કિશોરી પાણીમાં ડૂબી ગઈ હતી જેમના મૃત દેહ શોધીને બહાર કાઢવામાં આવ્યા હતા
એક કિશોરી તળાવના એક ખાડામાં ડૂબવા લાગી હતી તેને બચાવવા માટે બીજી છોકરીયો એક એક કરીને તે તળાવના ઊંડા ખાડામાં પહોંચી ગઈ અને ડૂબી ગઈ હતી આ ઘટનાની જાણ થતા ગામ લોકો તે તળાવ નજીક આવી જાય છે અને તમામ શોધીને બહાર કાઢે છે જેમાં ચાર છોકરીયો ઘટના સ્થરે મૃત્યુ પામી હતી અન્ય ત્રણ છોકરીઓ ને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવી હતી
તેમના પરિવારમાં આ ઘટનાની જાણ થતા આખો પરિવારમાં શોકનો માહોલ હતો એક સાથે 7 કિશોરીના મૃત્યુ થવાથી આખા ગામા માતમ છવાઈ ગયો હતો ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને આ દુઃખ બનાવન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકી હતી