આપણે જીવનકાળમાં ઘણું ફર્યા છીએ. દરેક જગ્યાએ આપણેને કંઈક નવું જાણવા મળે છે. જુદા – જુદા સ્થળે વૈવિધતા જોવા મળતી હોય છે. આપણને આ બધું જોવાથી આપણી આંખ ને ઠંડક મળતી હોય છે. રોજિંદા જીવન શેલીમાં નવા વિચારો આવતા હોય છે. આપણા ભારત દેશમાં મંદિરો આવેલા છે દરેક મંદિર ના અલગ અલગ ચમત્કાર તમને સાંભરવા મળતા હોય છે.
વિશ્વમાં એક એવું ઝરણું છે જ્યાં પાણી ના બદલે લોહી વહે છે. આ અદભુત નજારો જોવાલાયક હોય છે. ધોધમાંથી પડતું પાણી દરેકનું મન મોહી લે છે. એક ધોધ એવો છે કે જ્યાં પાણીને જગ્યા એ લોહી વહે છે . ખરેખર તે લોહી નહીં પણ પાણી લોહી જેવું ઘટ્ટ અને લાલઘૂમ છે.
આ વાત છે એન્ટાર્કટિકા મેકમરડો વેલીમાં ટાયલાર ગ્લેશિયર નામનો એક આવો ધોધ છે. આ ધોધનો પાણીના રંગ લોહી જેવો છે. આ કારણે ધોધનું નામ બ્લડ ફોલ્સ પડ્યું. આ ઝરણાના પાણીનો રંગ સદીઓથી લાલ છે. આ ધોધ જ્યાં આવેલો છે ત્યાંનું તાપમાન હંમેશા નીચું રહે છે.
ગ્લેશિયરની અંદર ના ફોટા દર્શાવે છે કે તેની નીચે ઘણી નદીઓ અને તળાવોનું બહુ મોટું નેટવર્ક છે. જેમાં ખુબ જ ખરું પાણી અને આર્યન ના લીધે ધોધ નો કલર લાલ રંગ આપે છે.